ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે જુનાગઢ તાલુકાના એક ગામે 45 વર્ષીય ટ્રક ડ્રાઇવરે રૂપિયાની સગીરા પર દુષ્કર્મ આચરિયા નો કિસ્સો સામે આવ્યો છે. 45 વર્ષીય બે સંતાનનો પિતા અને ટ્રક ડ્રાઇવરનું કામ કરતા આરોપીએ ભાઈને સ્કૂલે મૂકવા જતી મનો દિવ્યાંગ સગીરાને રૂપિયાની લાલચ આપી દુષ્કરમાં આચર્યું હતું. આરોપીએ મનો દિવ્યાંગ સગીરાને ફોસલાવી રૂપિયા ની લાલચ આપી સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી તેના ઘરે જ દુષ્કર્મ કરી ઇજાઓ પહોંચાડી હતી. મનોદિવ્યાંગ સગીરા તેના ઘરે પહોંચતા પરિવારજનોને દીકરી સાથે અઘટિત ઘટના બની હોવાની જાણ થઈ હતી.ત્યારે પરિવાર તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી દીકરી પર થયેલ દુષ્કર્મની ઘટના જણાવી હતી.તાલુકા પોલીસે તાત્કાલિક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દુષ્કર્મની આ ઘટનાને ગંભીરતા થી ધ્યાને લઈ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ડી.કે સરવૈયા અને તેની ટીમે દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જુનાગઢ ડીવાયએસપીજી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઇ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રક ડ્રાઇવર નું કામ કરતા આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચરિયું હતું. મનો દિવ્યાંગ સગીરાને આરોપીએ રૂપિયા આપવાની લાલચ બતાવી પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેમને મનો દિવ્યાંગ સગીરા પર દુષ્કરમાં આચર્યું હતું. દુષ્કર્મ દરમ્યાન ટ્રક ડ્રાઈવર આરોપીએ દિવ્યાંગ સગીરાને શરીર પર ઇજાઓ પહોંચાડી હતી.ત્યારે તાલુકા પોલીસે દુષ્કર્મ આચારનાર ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.