News Updates
SURAT

SURAT:મંદીમાં ફસાઈ ગયું હીરાબજાર :18 મહિનામાં 45એ આપઘાત કર્યો,17 લાખ રત્નકલાકાર સંકટમાં, 2 લાખે નોકરી ગુમાવી

Spread the love

  • 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર હીરાબજાર ભારે મંદીમાં સપડાયું
  • કેટલીક ફૅક્ટરીઓ બંધ થઈ તો કેટલીકે પગારમાં 50% કાપ મૂક્યો
  • ડાયમંડ વર્કર યુનિયનને કુલ 3000થી કર્મીએ મદદના કૉલ કર્યા
  • પહેલીવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11 ટકા, આયાત 20.11 ટકા ઘટી

ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગમાં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. 17 લાખ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટુ સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. અત્યાર સુધીમાં આ યુનિયનની હેલ્પલાઈન પર 3000થી વધુ કર્મચારીઓના મદદ માટે કોલ્સ આવ્યા છે. જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1.80 લાખ કરોડના ડાયમંડની ડાયમંડની નિકાસ થતી હતી. વર્ષ 2023માં 1.43 લાખ કરોડના ડાયમંડની નિકાસ થઈ હતી. જ્યારે 2024ના ઓકટોબર મહિના સુધીમાં 1.02 લાખ કરોડ થઈ ગયું છે. જે વર્ષ 2024 પૂર્ણ થતાં 1.15 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે.

જાડા હીરાના કટિંગના ભાવો આ રીતે ઘટ્યા

પ્રોસેસ20232024
ટ્રીપલ એક્સ કટિંગ1500થી 24001200થી 2100
ટ્રીપલ એક્સ બોટમ કટ350થી 450250થી 350
ટ્રીપલ એક્સ પેલ કટ250થી 400200થી 300
ટ્રીપલ એક્સ મથાળા કટ300થી 400250થી 350
ટ્રીપલ એક્સ ધાર કટ100થી 25075થી 180

પાતળા હીરાના કટિંગના ભાવો આ રીતે ઘટ્યા

પ્રોસેસ20232024
પ્રોસેસ20232024
તળિયા કટ25થી 3020થી 25
પેલ કટ20થી 3515થી 25
મથાળા કટ20થી 4015થી 25

​​​​​​​

રત્નકલાકારોને મદદની જરૂર છે આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે સરકારને લાખોનો ટેક્સ ભરનારી ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં છે ત્યારે સરકારે રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. ઉદ્યોગની વિવિધ સંસ્થાઓએ પણ જરૂરિયાતમંદ રત્નકલકારોને મદદ કરવી જોઈએ.

ફિક્સ પગારના કર્મીઓના પગાર 40 ટકા સુધી ઘટ્યા

​​​​​​​લેસર કટના કારીગરોના પગારમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. ગેલેક્સી પ્લાનિંગમાં કારીગરને 30થી 40 હજાર પગાર અપાતો, જે હાલ 20 હજાર આસપાસ અપાય છે. તેવી જ રીતે સરિન મશીન, બુટર મશીનમાં કામ કરતા રત્નકલાકારોના પગારમાં પણ 50થી 30 ટકા સુધી પગાર કાપ મૂકવામાં આવ્યો છે.

મોંઘવારી વધે છે જ્યારે પગાર ઘટે છે : ભાવેશ ટાંક

ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે કહ્યું કે પગારમાં કાપ આવ્યો, કામમાંથી છૂટા કરી દેવાયા સહિતની ફરિયાદો યુનિયનને મળે છે. કારીગરો કહે છે કે આ રીતે પગારકાપ કરવામાં આવશે તો અમારો પગાર અડધા કરતાં પણ ઓછા થઈ જશે. બીજી તરફ મોંઘવારી વધી રહી છે.

રશિયન કંપનીએ રફ હીરાનો ભાવ 10% ઘટાડ્યો

રફનું ટ્રેડિંગ કરતી ડિ-બીયર્સએ રફ હીરાના ભાવોમાં 10થી 15 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે રશિયાની કંપની અલરોઝાએ પણ 10 ટકા સુધી રફ હીરાના ભાવોમાં ઘટાડો કર્યો છે. 2 વર્ષમાં તૈયાર હીરાના ભાવ ઘટ્યા હત પરંતુ રફ હીરાના ભાવો ન ઘટતાં હીરા વેપારીઓને નુકસાની કરવી પડતી હતી.

2008માં 7થી 8 મહિના મંદી હતી, પણ આ મંદી બહુ ભયાનક છે ચાઈનામાં બજારો ખૂલ્યાં નથી, બીજી તરફ યુદ્ધની સ્થિતિને કારણે મંદી છે. નેચરલ ડાયમંડના ભાવો ખૂબ જ નીચે જતા રહ્યા છે. ફેક્ટરીઓમાં પ્રોડક્શન પણ 50 ટકા સુધી ઘટી ગયાં છે. વર્ષ 2008માં મંદી 7થી 8 મહિના જ ચાલી હતી. પરંતુ મારી કરિયરમાં આ સૌથી મંદી છે. > લાલજી પટેલ, વાઈસ ચેરમેન, સુરત ડાયમંડ બુર્સ 60 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત આવી મંદી જોઈ, સારો સમય આવશે ડાયમંડ ઉદ્યોગ સાથે છેલ્લાં 60 વર્ષથી સંકળાયેલો છું. 60 વર્ષમાં પહેલી વખત આવી મંદી જોઈ છે. અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, પણ આવનારો સમય સારો હશે તેવી આશા છે. સરકાર રત્નકલાકારોને આર્થિક મદદ પણ કરી શકે પરંતુ રત્નકલાકારો રજિસ્ટર્ડ નથી. જ્યારે પણ ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવશે ત્યારે ઉદ્યોગ પૂરપાટ ઝડપે દોડશે. > ગોવિંદ ધોળકિયા, ચેરમેન, સુરત ડાયમંડ બુર્સ


Spread the love

Related posts

SURAT: ઝડપી પાડી તલાસી લેતા લાખોનું ડ્રગ્સ ઝડપાયું,સુરત પોલીસને જોઈ યુવાન ભાગ્યો

Team News Updates

ઉદ્યોગનો અનુભવ મળશેવિદ્યાર્થીઓને અભ્યાસ સાથે :MSU અને ISGJ દ્વારા સંયુક્તરૂપે જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત

Team News Updates

TAPI:40 લાખ ઉઠાવી ગયા તસ્કરો ATM તોડી :SBIના ATMમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો ને ગેસકટરથી મશીન કાપ્યું; પળવારમાં લાખોની ઉઠાંતરી કરી રફુચક્કર

Team News Updates