News Updates
SURAT

સુરતમાં વિચિત્ર ઘટના: ગાય સિમેન્ટનાં પતરાંના રૂમની ઉપર ચડેલી,સૂતેલા પરિવાર પર પડી, બાળક સહિત ત્રણને ગંભીર ઈજા

Spread the love

સુરતના ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી. રાત્રે એક રૂમના સિમેન્ટમાં પતરા ઉપર ગાય ચડી ગઈ હતી. દરમિયાન રૂમનું પતરું તૂટી જતાં ગાય રૂમમાં સૂતેલા પરિવાર પર પડી હતી. આઘટનામાં ઘરના મોભી સહિત ત્રણને ઈજાઓ થઈ હતી. જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફેક્ચર થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અન્સારી (ઉં.વ.35 વર્ષ) હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ ડસ્ટગીર નગરમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો. દરમિયાન મધરાત્રે 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી.

પતરું સિમેન્ટનું હોવાથી ગાયના વજનથી તૂટી ગયો હતો. ત્યારબાદ રૂમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી. આ અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફેક્ચર થઈ ગયું હતું. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટનામાં સમીમના રાશિફ (ઉં.વ. 6 વર્ષ) અને નશિબા (ઉં.વ. 12 વર્ષ) નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ત્યારબાદ જ્યાંથી આ ગાય પતરા પર ચડી ગઈ હતી, ત્યાં લાકડા બાંધી દેવામાં આવ્યા છે.


Spread the love

Related posts

મુસાફરોના જીવ પડીકે બંધાયા, CCTV:અસામાજિક તત્ત્વોએ નેશનલ હાઇવે પર લક્ઝરી બસને અટકાવી ક્લીનર ને ચાલકને ઢોરમાર માર્યો; પથ્થર ફેંકી કાચ ફોડીને ભાગી ગયા

Team News Updates

સુરત પાલિકાની બસ ઓપરેટર કંપનીએ નક્કી કરેલો પગાર ન ચુકવતા રોષ,BRTSના 140થી વધુ ડ્રાઈવરો હડતાળ પર, ડ્રાઇવરે કહ્યું- લાયસન્સ વગરના પાસે પણ બસ ચલાવડાવે છે

Team News Updates

સુરતમાં ફિલ્મી ઢબે લૂંટના CCTV:હાથમાં તમંચો, મોઢા પર બુકાની બાંધી પાંચ લૂંટારુએ બેન્કમાં 14 લાખની લૂંટ ચલાવી, શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ

Team News Updates