News Updates
ENTERTAINMENTNATIONAL

ધોની બ્રિગેડ આજે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી શકે:ચેન્નાઈની શાનદાર શરૂઆત, મોઈન અલીએ ડેન્જરસ કાઇલ મેયર્સને આઉટ કર્યો

Spread the love

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લીગ સ્ટેજની મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. લખનઉ તરફથી ઓપનિંગમાં મનન વોહરા અને કાઇલ મેયર્સ આવ્યા હતા. જોકે ટીમની શરૂઆત ખરાબ રહી છે. મોઈન અલીએ કાઇલ મેયર્સને આઉટ કર્યો હતો.

આવી રીતે પડી લખનઉ સુપરજાયન્ટ્સની વિકેટ…

પહેલી: ચોથી ઓવરના ચોથા બોલે મોઈન અલીએ કાઇલ મેયર્સને આઉટ કર્યો હતો. તેનો કેચ લોંગ-ઑફ પર રૂતુરાજ ગાયકવાડે કેચ કર્યો હતો.

લખનઉનો કેપ્ટન પંડ્યા, દીપક ચહર ટીમમાં પરત ફર્યો
લખનઉ તરફથી કેએલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી કૃણાલ પંડ્યા કેપ્ટનશિપ કરી રહ્યો છે. ટીમમાં મનન વોહરા અને કરન શર્મા સામેલ થયા છે. જ્યારે ચેન્નાઈએ દીપક ચહર ફિટ થઈ જતા આકાશ સિંહના સ્થાને ટીમમાં સામેલ થયો છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): કૃણાલ પંડ્યા (કેપ્ટન), કાઇલ મેયર્સ, મનન વોહરા, કરણ શર્મા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), કૃષ્ણપ્પા ગૌતમ, નવીન ઉલ હક, રવિ બિશ્નોઈ અને મોહસીન ખાન.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: ક્વિન્ટન ડી કોક, દીપક હુડા, ડેનિયલ સેમ્સ, યશ ઠાકુર, પ્રેરક માંકડ.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, દીપક ચહર, મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે અને મહિશ થિક્સાના.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: અંબાતી રાયડુ, મિચેલ સેન્ટનર, એસ, સેનાપતિ, શૈખ રશીદ, આકાશ સિંહ.

લીગના ઈતિહાસમાં ત્રીજીવાર ટકરાશે
IPLના ઈતિહાસમાં લખનઉ અને ચેન્નાઈ ત્રીજી વખત આમને-સામને ટકરાશે. બન્ને ટીમ આ સિઝનમાં બીજી વખત ટકરાશે. આ પહેલા બન્ને સિઝનની છઠ્ઠી મેચમાં ટકરાયા હતા, ત્યારે ચેન્નાઈએ 12 રને જીત મેળવી હતી.

કેપ્ટન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની ઈજાના કારણે લખનઉ નબળું પડી શકે છે. રાહુલ સોમવારે RCB સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ છે. રવિવારે નેટ્સમાં બોલિંગ કરતી વખતે લપસી જતાં ઉનડકટને ઈજા થઈ હતી.

લખનઉએ નવમાંથી પાંચ મેચ જીતી હતી
લખનઉને આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં 5 જીત અને 4 હાર મળી છે. ટીમના 10 પોઇન્ટ્સ છે. લખનઉ તેની છેલ્લી મેચમાં બેંગલોર સામે હારી ગયું હતું.

ચેન્નાઈ સામે ટીમના 4 વિદેશી ખેલાડીઓ કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન અને નવીન ઉલ હક હોઈ શકે છે. આ સિવાય રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા અને અમિત મિશ્રા જેવા ખેલાડીઓ ટીમને તાકાત આપી રહ્યા છે.

ચેન્નાઈએ પણ નવમાંથી પાંચ મેચ જીતી હતી
ચેન્નાઈએ આ સિઝનમાં અત્યાર સુધી નવ મેચ રમી છે. જેમાં તેણે પાંચમાં જીત અને ચાર મેચ હારી હતી. CSKના હવે 10 પોઇન્ટ્સ છે. ચેન્નાઈને તેની છેલ્લી મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ડેવોન કોનવે, મોઈન અલી, મથિશા પાથિરાના અને મહિશ થિક્સાના લખનઉ સામેની ટીમના 4 વિદેશી ખેલાડી બની શકે છે. આ સિવાય રૂતુરાજ ગાયકવાડ, મહેન્દ્ર સિંહ ધોની અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ ટીમને મજબૂત બનાવી રહ્યા છે.

લખનઉ અને ચેન્નાઈનો હેડ ટુ હેડ રેકોર્ડ
લખનઉની આ બીજી સિઝન છે. હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો, લખનઉ અને ચેન્નાઈ બરાબરી પર છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ બે મેચ રમાઈ છે, જેમાં લખનઉ અને ચેન્નાઈ એક-એક વખત જીતી છે.


Spread the love

Related posts

શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પાકિસ્તાન સામે રમવા અંગે સસ્પેન્સ યથાવત

Team News Updates

અમિત શાહે બસ્તરની દર્દનાક ડોક્યુમેન્ટ્રી ,સફાયો થઈ જશે 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદીઓનો 

Team News Updates

‘ભૂલ ભુલૈયા 3’ના મેકર્સ ગીતને નવો ટચ આપશે,’આમી જે તોમાર’ ગીત પર વિદ્યા-માધુરી સામસામે ડાન્સ કરશે!

Team News Updates