ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે આવેલી સરકારી બોયઝ હાઇસ્કુલ, શ્રેષ્ઠ અને વિનામુલ્યે શિક્ષણ આપતી માત્ર એક વિજ્ઞાન પ્રવાહની સરકારી હાઇસ્કુલ છે. આ હાઇસ્કુલનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬.૬૭% ઝળહળતું પરીણામ આવ્યુ છે.
જેમાં ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ તેમજ શાળામાં પ્રથમ ક્રમાંકે બે વિદ્યાર્થીનીઓ (૧) જસ્મિનીબેન પરમાર ૯૯.૮૮ P.R. તથા (૨) જલ્પાબેન બામણિયા ૯૯.૮૮ P.R. સાથે ઉત્તિર્ણ થયેલ છે અને શાળામાં બીજા ક્રમાંકે વર્ષાબેન ચાંડપા ૯૯.૨૯ P.R. સાથે તેમજ ત્રીજા ક્રમાંકે મહિપતભાઇ મકવાણા ૯૬.૮૯ P.R. સાથે ઉત્તીર્ણ થયેલ છે.
તદુપરાંત ગુજકેટ – ૨૦૨૩ પરીક્ષામાં જસ્મિનીબેન પરમારને ૯૯.૧૭ P.R. તેમજ બાંમણિયા જલ્પાબેનને ૯૭.૭૨ P.R. તેમજ વર્ષાબેન ચાંડપાને ૯૬.૮૭ P.R. સાથે ઉત્તિર્ણ થતા સરકારી બોયઝ હાઇસ્કુલ પરીવાર તરફથી વિદ્યાર્થીઓને ઉતકૃષ્ટ પરીણામ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ – ગાંધીનગરથી જાહેર થયેલ પરીણામ મુજબ સમગ્ર ગુજરાત બોર્ડનું પરીણામ ૬૫.૫૮% છે જેમા ગીર સોમનાથ જિલ્લાનું પરીણામ ૬૬.૩૫% છે જયારે વેરાવળ કેન્દ્રનું પરીણામ ૫૭.૬૭% જેમાં સરકારી બોયઝ હાઇસ્કુલ – વેરાવળ શાળાનું પરીણામ ૬૬.૬૭% આવ્યુ છે.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીરસોમનાથ)