News Updates
BUSINESS

ઈ-કોમર્સ કંપની મીશોએ 251 કર્મચારીઓની છટણી કરી:ફાઈનાન્શિયલ હેલ્થ સુધારવા અને ખર્ચમાં કાપ મૂકવાનો નિર્ણય

Spread the love

SoftBank સમર્થિત ઈ-કોમર્સ યુનિકોર્ન મીશોએ ફરી એકવાર 251 કર્મચારીઓની છટણી કરી છે, જે તેના કુલ કર્મચારીઓના 15% છે. કંપનીની ફાઈનાન્શિયલ હેલ્થ સુધારા અને ખર્ચમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શુક્રવારે (5 મે)ના રોજ એક ઈ-મેલમાં, મીશોના સહ-સ્થાપક અને સીઈઓ વિદિત આત્રેએ આર્થિક મંદીને ટાંકીને કંપનીના કર્મચારીઓને આ નિર્ણય વિશે માહિતી આપી હતી.

ગયા વર્ષે પણ 251 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા
આની પુષ્ટિ કરતા, મીશોના પ્રવક્તાએ કહ્યું, ‘અમે ટકાઉ નફાકારકતાના લક્ષ્યને હાંસલ કરવા માટે ઓછા કર્મચારીઓ સાથે મળીને કામ કરવા માગીએ છીએ.’ બેંગલુરુ સ્થિત કંપની, જે 2015માં શરૂ થઈ હતી, તેણે અગાઉ ગયા વર્ષે તેના ગ્રોસરીના વ્યવસાય સાથે સંકળાયેલા 251 કર્મચારીઓને છૂટા કર્યા હતા.

કંપનીએ વધુ પડતી ભરતી કરી હતી
આત્રેએ ઈ-મેલમાં જણાવ્યું હતું કે, ‘અમે હાયરિંગમાં ભૂલો કરી હતી અને વધુ લોકોને નોકરીએ રાખ્યા હતા. જ્યારે અમે ઓછા લોકો સાથે પણ અમારી સંસ્થાનું માળખું અસરકારક રીતે ચલાવી શકીએ છીએ. 2020થી 2022 સુધીમાં કંપની 10 ગણી વધી છે. કંપનીની રોકડ અનામત ‘મુશ્કેલ પરિસ્થિતિઓ’ માટે પર્યાપ્ત છે, પરંતુ કંપનીએ ખર્ચ પ્રત્યે સમજદારી રાખવાની જરૂર છે.

કર્મચારીઓને ઈ-મેલ દ્વારા સ્ટેટસ વિશે જાણ કરવામાં આવશે
કંપની ટૂંક સમયમાં જ છટણી કરાયેલા કર્મચારીને એક ઈ-મેલ મોકલશે, જેમાં તેઓને કંપનીમાં તેમની નોકરીની સ્થિતિ વિશે જાણ કરવામાં આવશે. ઈ-મેલ મુજબ, સ્ટાફ મેમ્બરો અને તેમના મેનેજર વચ્ચે કોમ્યુનિકેશન માટે મીટિંગ લિંક્સ શેર કરવામાં આવશે. જો કે, આ કર્મચારીઓ રવિવાર સાંજ સુધી Gmail અને Slack ચેનલો એક્સેસ કરી શકશે.

કંપની કાઢી મૂકેલા કર્મચારીઓને મદદ કરશે
મીશોએ કહ્યું, ‘અમે કર્મચારીઓની મદદ કરવા અમે પ્રતિબદ્ધ છીએ. તમામ અસરગ્રસ્ત કર્મચારીઓને અલગ પેકેજ આપવામાં આવશે. આમાં 2.5થી 9 મહિનાના વન ટાઈમ Severance Payment, વીમા લાભો, જોબ પ્લેસમેન્ટ સપોર્ટ અને કર્મચારીઓને તેમની રેન્ક અને કાર્યકાળના આધારે ESOPની વહેલી પતાવટનો સમાવેશ થાય છે.


Spread the love

Related posts

₹1.20 કરોડમાં લોન્ચ BMW i5 લક્ઝરી ઇલેક્ટ્રિક કાર:Audi e-tron GT ને આપશે ટક્કર,સંપૂર્ણ ચાર્જ પર 516km કરતાં વધુની રેન્જનો દાવો

Team News Updates

આ 5 મિશન પર ટકેલી છે ભારતની 44 અબજ ડોલરની સ્પેસ ઈકોનોમી

Team News Updates

ગુજરાત સરકારની કંપનીએ 5858% Multibagger Return આપ્યું, કંપની તરફ વિદેશી રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Team News Updates