News Updates
ENTERTAINMENT

ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં ગૂંજયુ ‘વિરાટ-વિરાટ’, જાણો શું કહ્યું કેપ્ટન ધોનીએ?

Spread the love

વિરાટ કોહલી અને એમ એસ ધોની આઈપીએલની 16મી સિઝનમાં ભારે ચર્ચામાં છે. વિરાટ કોહલી પોતાના આક્રમક અંદાજને કારણે અને એમ એસ ધોની અંતિમ સિઝન રમી રહ્યો હોવાની શક્યતાઓને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં વિરાટ કોહલીનું નામ ગૂંજ્યુ હતું.

આઈપીએલ 2023માં હાલમાં રોમાંચક મેચો જોવા મળી રહી છે. હાર્દિક પંડયાની ટીમ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે રોહિત શર્મા, એમ એસ ધોની અને વિરાટ કોહલીની ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. વિરાટ કોહલી અને એમ એસ ધોની આઈપીએલની 16મી સિઝનમાં ભારે ચર્ચામાં છે. વિરાટ કોહલી પોતાના આક્રમક અંદાજને કારણે અને એમ એસ ધોની અંતિમ સિઝન રમી રહ્યો હોવાની શક્યતાઓને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં વિરાટ કોહલીનું નામ ગૂંજ્યુ હતું.

સોશિયલ મીડિયા પર ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચેન્નાઈ અને મુંબઈ વચ્ચેની ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચ પછીનો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સિઝનની બીજી જીત મેળવ્યા પછી તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રુમમાં ચર્ચા કરી રહ્યાં હતા. આ વીડિયોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની પોતાના ટીમના ખેલાડીઓ સાથે ક્રિકેટ પર ચર્ચા કરતા જોવા મળ્યો હતો.

કેપ્ટન ધોની ભારત સહિત દુનિયાભરના યુવા ક્રિકેટરો માટે એક પ્રેરણા છે. છેલ્લી કેટલીક આઈપીએલ સિઝનથી જોવા મળ્યું છે કે મેચ બાદ સામેની ટીમના યુવા ખેલાડીઓ કેપ્ટન ધોની પાસે ક્રિકેટ અંગેની ટિપ્સ લેવા માટે આવે છે. આ સિઝનમાં પણ ચેન્નાઈની દરેક મેચ બાદ આ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. મુંબઈ સામેની મેચ બાદ ચેન્નાઈના ડ્રેસિંગ રુમમાં ક્રિકેટની ટેકનિકની ટિપ્સ આપી રહ્યાં હતા. તે સમયે કેપ્ટન ધોનીએ વિરાટની પણ પ્રસંશા કરી હતી. જે આ વીડિયોમાં સાંભળવા મળી રહ્યું છે.


Spread the love

Related posts

ભૂતપૂર્વ પ્રેમિકા સિમી ગરેવાલે  રતન ટાટાને આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ:સલમાન ખાન, રાજામૌલી સહિત અનેક સેલેબ્સે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Team News Updates

લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો કુલદીપ યાદવે 

Team News Updates

રામાનંદ સાગરના પુત્રનો ‘આદિપુરુષ’ પર ભભૂક્યો ગુસ્સો:પ્રેમ સાગરે કહ્યું, ‘ભદ્દા ડાયલોગ્સથી રામાયણનું અપમાન, ક્રિએટિવિટીના નામ પર તો હદ વટાવી દીધી

Team News Updates