News Updates
RAJKOT

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના:રાજકોટ જિલ્લાનાં પારડી અને ચીખલીયાનો સમાવેશ, બંને ગામોનો સુયોજિત વિકાસ કરવા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

Spread the love

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં ગુજરાતના 31 પૈકી રાજકોટ જિલ્લાનાં પારડી તથા ચીખલીયા બંને ગામની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા અનુસરણ સમિતિની બેઠક કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં પારડી તેમજ ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામના વિકાસ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બંને ગામોને આદર્શ ગામ બનાવવા રૂ. 40 લાખની રકમ ફાળવવામાં આવી છે. ત્યારે તેના સુચારૂ વિકાસ કામના આયોજન અંગે કલેકટરે અધિકારીઓને દિશાસૂચન કર્યું હતું. અને ગામના રોડ-રસ્તાઓની મરામત, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા તેની સિદ્ધિ મેળવી નવી સ્કીમથી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા કલેકટરે આદેશ કર્યો હતો.

21 લાખની રકમ ફાળવાશે
ભારત સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અંતર્ગત ગુજરાત રાજયના 12 જિલ્લામાં ગામોની કુલ વસ્તીના 40 ટકાથી વધુ અનુ.જાતિની વસતી ધરાવતા નવા કુલ 31 ગામોની વર્ષ 2021થી 2025ના દ્વિતિય તબકકામાં પસંદગી થઈ છે. યોજના અંતર્ગત પસંદ થયેલ ગામોને ગામદીઠ રૂ.21 લાખની રકમ ફાળવવામાં આવે છે. આ રકમ પસંદ થયેલ ગામોમાં ગેપફિલિંગ, વહિવટી અને અન્ય ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થશે
બાદમાં આ યોજના અંતર્ગત નિર્ધારિત ગુણાંક પ્રાપ્ત થયે તે ગામને આદર્શ ગ્રામ જાહેર કરવામાં આવશે. ત્યારે રાજકોટ જિલ્લાના પારડી અને ચીખલીયાનો સુયોજિત આયોજન અનુસાર વિકાસ કરીને આ બંનેને આદર્શ ગ્રામ બનાવી શકાય તે માટે જિ. કલેક્ટર પ્રભવ જોશી દ્વારા જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને આરોગ્ય અને એજ્યુકેશનને લાગતી શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટેનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કલેક્ટરે કરી હતી.


Spread the love

Related posts

RTE માં ગેરરીતિ:રાજકોટમાં નામ-જન્મતારીખ બદલીને RTE હેઠળ એડમિશન લેનાર 400 બાળકોનાં એડમિશન રદ્દ કરાયા

Team News Updates

રાજકોટમાં મહિલા દિવસે અનોખું સત્કાર્ય:સરકારી હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને સોનાની ચૂંક, રૂ.100 અને ગુલાબનું ફૂલ આપી વધામણાં કરાયા

Team News Updates

વરસ્યો વરસાદ ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં, 4.8 ઈંચ સૌથી વધુ રાજકોટના લોધિકામાં વરસ્યો

Team News Updates