કેરી રસીયાઓ અને તેમા પણ કેસર કેરીના સ્વાદ રસીયાઓએ હવે કેરી માટે બહુ રાહ નહીં જોવી પડે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌપ્રથમ કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં ઉના પંથકમાંથી સૌપ્રથમવાર આ સિઝનની કેરીનુ આગમન થયુ છે. સિઝનનો પ્રથમ ફાલ જેને કહેવાય તે પ્રથમ કેસર કેરીના 200 બોક્સની યાર્ડમાં આવક જોવા મળી છે.
યાર્ડમાં 10 કિલો કેરીના બોક્સના 1900 થી 3000 સુધી ભાવ બોલાયા
કેરીના ભાવની જો વાત કરીએ તો 10 કિલોના બોક્સના ભાવ 1900/-થી લઈને 3000/- સુધી બોલાયા છે. જો કે આ વર્ષે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોટો પ્રારંભ થયો છે. વિષમ વાતાવરણની અસર કેરીના પાક પર પણ જોવા મળી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વિષમ વાતાવરણ અને વચ્ચે માવઠાની સ્થિતિ આવી જતા આંબા પર ઓછુ ફ્લાવરિંગ જોવા મળ્યુ છે.
જો કે હાલ ગોંડલ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનુ આજથી આગમન થયુ છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે.