આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા પહેલા બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું નજીવા ઘટાડા સાથે 2038 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે ચાંદી પણ 26 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં વધારાનો દોર આજે થંભી ગયો છે. સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. MCX પર સોનાની કિંમત 140 રૂપિયા ઘટીને 61280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. એ જ રીતે MCX પર ચાંદી પણ 100 રૂપિયા સસ્તી થઈ છે. તેની કિંમતો 77350ના ભાવે પહોંચી ગઈ છે. સ્થાનિક બજારમાં નરમાઈનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાલી છે.ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સોનાની શુદ્ધતા તપાસવા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.
કોમેક્સ પર સોનું અને ચાંદી નબળાં પડ્યા
આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા પહેલા બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું નજીવા ઘટાડા સાથે 2038 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે ચાંદી પણ 26 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આજે સાંજે યુએસ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવશે. બજારનો અંદાજ છે કે છૂટક ફુગાવાનો દર માત્ર 5% જ રહી શકે છે.
નિષ્ણાંતનું અનુમાન
એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થવાની ધારણા છે. કોમોડિટી માર્કેટ એક્સપર્ટ અને IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના મતે સોનું અને ચાંદી ખરીદવી જોઈએ. MCX ગોલ્ડનો ટાર્ગેટ રૂ. 61700 છે. આ માટે 60750 રૂપિયાનો સ્ટોપ લોસ છે. ઉપરાંત, MCX સિલ્વરનો જુલાઈ કોન્ટ્રાક્ટ માટે રૂ. 77800નો લક્ષ્યાંક છે. આના પર 76000 રૂપિયાનો સ્ટોપ લોસ છે.
આ રીતે સોનાની શુદ્ધતા તપાસો
તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.