સુરતના કતારગામ ફૂલવાડી ભરીમાતા રોડ પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. અહી ઓઈલના ડ્રમ સુધી આગ પહોચી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો
ગોડાઉનનો કોઈ માલિક સામે ન આવ્યો
બળવંતભાઈ ફાયર ઓફિસર જણાવ્યું હતું કે આજનો કોલ મળ્યા બાદ ત્યાં પહોંચતા જ આગ વધુ ન પ્રસરે સૌપ્રથમ તેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગની જ પેટમાં આવેલા ઓઇલના ડ્રમો ખાડી તરફ પડ્યા હતા. જેના કારણે આગ આસપાસમાં વધુ. પ્રસરી ન હતી. તપાસ કરતા આ ભંગારના ગોડાઉનનો કોઈ માલિક સામે ન આવ્યો હતો. જેથી નુકસાનનો અંદાજ લગાવી શકાયો નથી.
ધુમાડાના ગોટેગોટા દુર સુધી દેખાયા
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના કતારગામ ફૂલવાડી ભરીમાતા રોડ પાસે ખાડી કિનારે ખુલ્લા પ્લોટમાં ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે અહી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ ધુમાડાના ગોટેગોટા દુર સુધી દેખાયા હતા. બનાવની જાણ ફાયર વિભાગને થતા કતારગામ, મોરાભાગળ અને મુગલીસરાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
ઓઇલના 15 ડ્રમ આગની ઝપેટમાં આવી ગયા
ફાયર અધિકારીના જણાવ્યા મુજબ ઓપન પ્લોટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ઓઇલના ડ્રમમાં આગ લાગવા પામી હતી પરંતુ આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ છે. આગને કારણે એક પછી એક 15 જેટલા ઓઇલના ડ્રમ આગની ઝપેટમાં આવી જતા આગ વિકરાળ બની હતી. ઘટના અંગે ફાયર વિભાગને કોલ મળતા સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસબીને આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી ન હતી.