News Updates
ENTERTAINMENT

વોટ્સએપમાં થવા જઈ રહ્યો છે આ અદ્ભુત બદલાવ, જલદી જ આવશે નવા ફિચર

Spread the love

WhatsApp New Features: આવનારા સમયમાં વોટ્સએપ વધારે રસપ્રદ બનવા જઈ રહ્યું છે, કેમ કે ટૂંક સમયમાં જ આમાં એવા કેટલાક નવા ફિચર ઉમેરવામાં આવશે કે જે તમારા ચેટીંગ કરવાના અનુભવને વધારે આનંદદાયક બનાવશે.

Whatsapp New Feature: વોટ્સએપ પર ચેટ કરતી વખતે આપણાથી કેટલીક વાર ખોટો મેસેજ કે પછી સ્પેલિંગ મિસ્ટેક થઇ જતી હોય છે, અને જેના કારણે ઘણી વાર શરમજનક સ્થિતિ પણ ઉત્પન્ન થાય છે. અને તેને સુધારવા માટે આજકાલ યંગ જનરેશન * નો ઉપયોગ કરી તેને સુધારવાનો પ્રયાસ કરે છે. પરંતુ હવે આવનારા સમયમાં તમે તમારે આવું કરવાની જરૂર નહિ પડે કેમ કે WhatsApp પર ટૂંક સમયમાં જ એક નવું ફીચર એડ થવા જઈ રહ્યું છે.

Webitainfo અનુસાર, એપમાં મેસેજને એડિટ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવશે. અને જેનું ટેસ્ટીંગ એન્ડ્રોઇડ બીટા ચેનલ્સ પર શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેને એપ પર રોલઆઉટ કરવામાં આવશે. આટલું જ નહી એડિટ બટન સિવાય પણ વોટ્સએપ પર કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવશે.

15 મિનિટ સુધી ચેટને કરી શકાશે એડિટ

હવે તમે WhatsApp પર કોઈપણ મેસેજને એડિટ કરી શકશો, પણ હા આ મેસેજ ને તમે 15 મિનિટની મર્યાદામાં જ કરી શકશો એટલે કે મેસેજ મોકલ્યા ના 15 મિનીટ સુધી જો તમારે એડિટ કરવો હોય તો કરી શકાશે. 15 મિનિટ પૂર્ણ થયા પછી, તમને એડિટનો ઓપ્શન જોવા નહિ મળે. કદાચ આ ઓપ્શન મેસેજ ઓપ્શનની સાથે જોવા મળશે.

તમે જે WhatsApp મેસેજને એડિટ કરશો તે એડિટ ટેગ સાથે જોવા મળશે. એટલે કે સામે વાળા વ્યક્તિ જાણી જશે કે આ મેસેજને એડિટ કરવામાં આવ્યો છે અને આ ફીચર્સ ટેક્સ્ટ મેસેજ સિવાયના અન્ય મેસેજ મોડ્સમાં દેખાશે કે નહિ તેના વિશે હજુ કોઈ માહિતી મળી નથી.

એડિટ મેસેજ પર હશે મર્યાદા

વોટ્સએપના આ ફીચરને લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. અત્યારે એ જાણી શકાયું નથી કે વોટ્સએપ મેસેજ કેટલી વાર એડિટ કરી શકાશે અથવા તમે કેટલા મેસેજ એડિટનો ચાન્સ મળશે. તેની સાથે આ ફિચરમાં કેટલીક વધુ વસ્તુઓ પણ એડ કરી શકાય છે. આ ફિચર હાલમાં એન્ડ્રોઇડના બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તમે તેનો ઉપયોગ WhatsApp ના વર્ઝન 2.23.10.13 પર કરી શકો છો. કંપની તેને WhatsAppના અપડેટ સાથે લોન્ચ કરી શકે છે.

સ્પામ કૉલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

આજકાલ વોટ્સએપ પર સ્પામ કોલના કિસ્સાઓ વધી ગયા છે. સરકારે કંપનીને તેમના પર પ્રતિબંધ મૂકવા પણ કહ્યું છે. આવી સ્થિતિમાં, WhatsApp ટૂંક સમયમાં AI ફિલ્ટર્સ રોલઆઉટ કરશે. આ એપ પર આવતા સ્પામ કોલને આપમેળે મ્યૂટ કરશે. આ સાથે કંપનીએ ફ્રોડ કોલને રોકવા માટે Truecaller સાથે પણ હાથ મિલાવ્યા છે.


Spread the love

Related posts

IPL 2024:પર્પલ કેપમાં આ ખેલાડીઓ સામેલ,ઓરેન્જ કેપની રેસમાં ટ્રેવિસ હેડ બન્યો વિરાટ કોહલીનો માથાનો દુખાવો

Team News Updates

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ બરાબરના ફસાયા:અંતે મુંબઈ પોલીસે અસિત મોદી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી, જલ્દી જ ધરપકડ થઈ શકે છે

Team News Updates

જાહન્વી કપૂરને માતા સીતાનો રોલ ઓફર કર્યાની વાત નિર્માતાઓએ નકારી:નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર સાથે જોવા મળશે સાઇ પલ્લવી, ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર આવશે

Team News Updates