News Updates
NATIONAL

UPSCના રિઝલ્ટમાં 16 ગુજરાતીએ મેદાન માર્યું:પોલીસ વિભાગમાં PCR વાનના ડ્રાઈવરના પુત્રનો ગુજરાતમાં 9મો રેન્ક, કહ્યું- આ રેન્કમાં હજુ મને સંતોષ નથી, હજુ બીજી ટ્રાય આપીશ

Spread the love

આજે જાહેર થયેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2022 પરીક્ષામાં ગુજરાતમાંથી 16 ઉમેદવારોએ ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે. જેમાં સુરત યુવક મયુર પરમારે દેશમાં 823 અને ગુજરાતમાં 9મો રેન્ક આવ્યો છે. ખાસ વાત તો એ છે કે મયૂરના પિતા રમેશભાઈ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ છે અને પીસીઆર વાનના ડ્રાઇવર છે. મયુર ગુજરાતી લિટરેચરમાં પાસ થયો છે. મયુર છેલ્લા 4 વર્ષથી તૈયારી કરતો હતો.

ગત વર્ષે 6 ઉમેદવાર પાસ થયા હતા
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતના 6 ઉમેદવાર જ પાસ થયા હતા અને તેમાં એક પણ મહિલા ઉમેદવાર પાસ થઈ નહોતી. જ્યારે આ વર્ષે બે મહિલા ઉમેદવાર પણ ઝળકી છે. ગુજરાતમાં પ્રથમ સ્થાને અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે દેશમાં 145મો રેન્ક મેળવ્યો છે. ટોપ 500માં ગુજરાતમાંથી 4 ઉમેદવારે સ્થાન મેળવ્યું છે. જેમાં દુષ્યંત ભેડા 262, વિષ્ણુ શશીકુમાર 394 અને ચંદ્રેશ સાખલાએ 414મો રેન્ક મેળવ્યો છે.

હું મારી સફળતાનો શ્રેય મારા પિતાને આપું છું
મયૂર પરમારે જણાવ્યું હતું કે, મેં યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામ 2022 ક્રેક કરી છે, તેમાં મારો 823મો રેન્ક છે. ગુજરાતમાં રેન્ક તો ન હોય પણ સ્પીપામાં જે વિદ્યાર્થીઓ છે તે મુજબ મારો નવમો રેન્ક છે. ગ્રેજ્યુએશન બાદ મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું અને 3 મહિના કોન્ટ્રાક્ટ બેઝ કામ કર્યું છે. સામાન્ય રીતે મને રાતના સમયે વાંચવુ વધુ ગમે છે. કારણ કે, આ સમયે કોઈ ડિસ્ટર્બ કરી શકતું નથી. શરૂઆતમાં યોગ્ય દિશાનો અભાવ હતો, પણ પછી અગાઉના MCQ પેપર્સ સોલ્વ કર્યા અને વધુને વધુ પ્રેક્ટિસ કરી અને તે સિવાય સિનિયરોને મળ્યો ને આ એક્ઝામ પાસ કરી. આ રેન્કમાં હજુ મને સંતોષ નથી અને હજુ બીજી ટ્રાય આપીશ અને આનાથી પણ સારો રેન્ક મેળવીશ. હું મારી સફળતાનો શ્રેય મારા પિતાને આપું છું.

હવે મારા દીકરાને સેલ્યુટ મારીશઃ મયૂરના પિતા
મારી લાગણી કોઈ પણ અધિકારી મને સામે મળે તો અમે તેમને સેલ્યુટ મારી તેમની ઇજ્જત કરતા હોઇએ છીએ. આજે મારા છોકરાને સેલ્યુટ મારવાનું છે. આથી વધારે ક્યાં પિતાને આવો આનંદ હોય. આજે મારો દીકરો કોઈ જગ્યાએ મને સામે મળશે તો હું એને ચોક્કસ યુનિફોર્મ પહેરી સેલ્યુટ મારીશ. છેલ્લા ચારથી પાંચ વર્ષથી સતત મહેનત કરતો હતો. તે લગ્ન પ્રસંગ કે કોઈ જગ્યાએ આવતો ન હતો અને તેણે મને કહ્યું કે, પપ્પા મારો એક ઉદેશ છે કે, UPSC ક્લિયર કરવી છે અને આ ક્ષેત્રમાં જે લોકોએ પાંચ-સાત વર્ષ મહેનત કરી છે એ લોકોને રિઝલ્ટ મળ્યું છે.

UPSCમાં ગુજરાતના સફળ થયેલા ઉમેદવારના નામ

નામરેન્કવિષય
અતુલ ત્યાગી145ઇંગ્લીશ લિયરેચર
દુષ્યંત ભેડા262ઇતિહાસ
વિષ્ણુ સશિકાર394PSIR
ચંદ્રેશ શખાલા414PSIR
ઉત્સવ જોગણી712જિયોગ્રાફી
માનસી મિણા738સોશ્યોલોજી
કાર્તિકે કુમાર812સાયકોલોજી
મૌસમ મહેતા814પોલિટિકલ સાયન્સ
મયુર પરમાર823ગુજરાતી લિટરેચર
આદિત્ય અમરાણી865સોસ્યોલોજી
કેયરકુમાર પારગી867પોલિટિકલ સાયન્સ
નયન સોલંકી869ગુજરાતી લિટરેચર
મંગેરા કૌશિક894જીયોગ્રાફી
ભાવનાબેન વઢેર904એન્ટ્રોપોલોજી
ચિંતન દુધેલા914ફિલોસોફી
પ્રણવ ગાઇરોલા925પોલિટિકલ સાયન્સ

કોઈ એન્જિનિયર તો કોઈ ડોક્ટર
અતુલ ત્યાગી, વિષ્ણુ શશીકુમાર, ચંદ્રેશ સખાલા, ઉત્સવ જોગણી, કાર્તિકેય કુમાર, આદિત્ય અમરાણી, કેયુરકુમાર પાર્ગી અને ચિંતન દુધેલા એન્જિનિયરિંગ ક્ષેત્રના છે. માનસી મીણા જે આઈએએસ અધિકારી રમેશ મીણાના દીકરી છે તેણે લો કર્યું છે. નયન સોલંકીએ MBBS કર્યું છે. પ્રણવ ગોયરાલાએ એન્જિનિયરિંગ કર્યું છે.

1011 જગ્યા માટે ભરતી
UPSCએ 03 તબક્કામાં સિવિલ સર્વિસીઝ 2022 ઉમેદવારના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને અંતિમ તબક્કો 18 મે, 2023ના રોજ પૂરો થયો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલી સિવિલ સર્વિસીઝ મેઇન્સ 2022ના પરિણામ મુજબ, સિવિલ સર્વિસીઝ પ્રીલિમિનરી અને મેઈન પરીક્ષામાં લાયકાત ધરાવતા લગભગ 2,529 ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ IAS, IPS સહિત 1011 પોસ્ટની ભરતી કરી છે.

આ રીતે રિઝલ્ટ ચેક કરો

  • સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  • હોમપેજ પર, UPSC CSE મુખ્ય પરિણામ 2022 (ફાઇનલ) લખેલી લિંક પર ક્લિક કરો.
  • હવે સ્ક્રીન પર એક PDF ફાઈલ ખૂલશે.
  • પીડીએફ ફાઇલમાં યુપીએસસી સિવિલ સર્વિસીઝનું મુખ્ય ફાઈનલ રિઝલ્ટ 2022 હશે.
  • મેરિટ લિસ્ટ તપાસો અને એને ડાઉનલોડ કરો.

Spread the love

Related posts

બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે CRS રિપોર્ટમાં મોટો ખુલાસો, કહ્યું- લોકેશન બોક્સના વાયરિંગમાં હતી ગડબડી

Team News Updates

રામ મંદિર બન્યા બાદ રેકોર્ડની ભરમાર, 12 દિવસમાં ભક્તોનો આંકડો 25 લાખને પાર, જાણો કેટલા કરોડમાં મળ્યું દાન

Team News Updates

ભારત ઘુસણખોરી કરીને આપણાં નાગરિકોને મારી રહ્યું છે- PAK:આર્મી ચીફે કહ્યું- આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવો તેમની આદત, દરેક હુમલાનો જવાબ આપીશું

Team News Updates