News Updates
GUJARATUncategorized

અરવલ્લીઃબાયડ તાલુકાના જીતપુર ગામે રસ્તા પૈકીના કેટલાંક દબાણો દૂર કરાતાં કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા

Spread the love

બાયડ તાલુકાના જીતપુર ગામે બુધવારના રોજ રસ્તા પૈકીના કેટલાક દબાણો દૂર કરવામાં આવતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા

બાયડ તાલુકાના જીતપુર ગામે દબાણોના પ્રશ્ને અવારનવાર અરજીઓનો તુમાર ખડકાયો હતો વારંવાર દબાણો દૂર કરવાની તારીખો નક્કી કરી બદલવામાં આવતી હતી બુધવારના રોજ તંત્રએ જીતપુર ગામના દબાણો દૂર કરવા કમર કસી હતી.
બાયડ તાલુકાના જીતપુર ગામે આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વિકાસ અધિકારી બાયડ, મામલતદાર કચેરીના સત્તાવાળાઓ અને રેવન્યુ સ્ટાફની ઉપસ્થિતિમાં રસ્તા પૈકીના દબાણમાં આવતા પાકા અને કાચા બાંધકામો લોકોના આક્રોશ વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા ગામમાં દબાણો દૂર કરવામાં આવતા ગ્રામજનોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.

જીતપુર ગામમાંથી અરજદાર બાબરભાઈ મથુરભાઈ પટેલે અખબારી પ્રતિનિધિઓ આગળ બડા આપો ઠાલવતા જણાવ્યું હતું કે મારી અરજી મુજબના પૂરેપૂરા દબાણો દૂર કરવામાં આવ્યા નથી અને તંત્રએ નકશા મુજબના તંત્ર દ્વારા નક્કી કરાયેલા દબાણો દૂર કરવામાં વહાલા દવલાની નીતિ અપનાવી છે

અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)


Spread the love

Related posts

Aravalli:કાર ચાલુ કરવા જતાં અચાનક આગ લાગી મેઘરજના બાઠીવાડા ગામે, કાર બળીને ખાખ,કારચાલક કૂદી જતા આબાદ બચાવ

Team News Updates

છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં નોંધાયો વરસાદ, મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું !

Team News Updates

તમે GIFT CITY ખાતે દારૂનું સેવન કરી શકશો કે નહિ? કરો ચેક…

Team News Updates