News Updates
RAJKOT

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો:રાજકોટમાં રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષની બાળકીનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Spread the love

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. માતા-પિતા માટે ચેતવણી સમાન આ ઘટનામાં રમતા-રમતા પેન્ટાગોન એપાર્ટમેન્ટના પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે માસુમનાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ટાંકીમાં ગઈકાલે જ પાણીનું ટેન્કર ઠાલવવામાં આવ્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ મૂળ નેપાળના વતની અને છેલ્લા એક વર્ષથી પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં ચોકીદારી તરીકે કામ કરતા અને ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પરની ઓરડીમાં પરિવાર સાથે રહેતા ભુપેશભાઈ વુડાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જેમાં ત્રણ વર્ષની પુત્રી રિયાંશી મોટી છે. ગઈકાલે આ એપાર્ટમેન્ટનાં પ્રાંગણમાં આવેલ મોટી ટાંકીમાં પાણીનું ટેન્કર નાખવામાં આવ્યા બાદ ટાંકો પાણીથી આખો ભરાઈ ગયો હતો. દરમિયાન સાંજે 5 વાગ્યે ભુપેશભાઈ અને તેના પત્ની દેવીબેન તેની પુત્રીને ઓરડી પાસે મૂકી એપાર્ટમેન્ટમાં કામ અર્થે ગયા હતા. જો કે, ત્રણ વર્ષની પુત્રી રીયાંશી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

દંપતીએ પુત્રીને ન જોતા હતપ્રભ થયું
બાદમાં ઓરડીએ પરત ફરેલા નેપાળી દંપતીએ પુત્રીને ન જોતા હતપ્રભ થઈ ગયું હતું અને માસુમ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. રાત્રે નવ વાગ્યાની આસપાસ પાણીના ટાંકામાંથી બાળકી મળી આવતા તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, આ બનાવથી નેપાળી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.


Spread the love

Related posts

રાજકોટમાં આગના બે બનાવ:બસ સ્ટેન્ડ નજીક કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક કચરાની ગાડી સળગી ઉઠી

Team News Updates

રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે

Team News Updates

RAJKOT:કીર્તિદાનનાં ડાયરા સહિતનાં આયોજનો, મટકી ફોડ સ્પર્ધા ,મનપા દ્વારા દિવાળીની જેમ રોશનીથી શણગાર કરાશે,રાજકોટમાં જન્માષ્ટમી કાર્નિવલ

Team News Updates