રાજ્યમાં આગામી દિવસમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. આગામી દિવસોમાં 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.જેના પગલે 14 અને 15 જૂને મુશળધાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.
Valsad: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડુ(Cyclone Biparjoy) હવે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે અને વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. જેના પગલે આજે સવારથી જ વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.
દિવસમાં ભારે પવન સાથે ઘોઘમાર વરસાદ
તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે 14 અને 15 જૂને મુશળધાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. Cyclone Biparjoy 15 જૂનની બપોરે ટકરાઈ શકે તેવી સંભાવના છે.