જાલેશ્વર વિસ્તારમાં એક મકાન ધરાશાયી, 50થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નાળિયેરીના પાકમાં નુકસાન
વેરાવળમાં મંગળવારે વરુણદેવએ વિરામ લીધો હતો પરંતુ પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો.જાલેશ્વર વિસ્તાર પણ દરિયાકાંઠે આવેલ હોવાથી પ્રભાવિત થયો હતો જેના પગલે એક મકાન પણ ધરાશાયી થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.ભારે પવનના કારણે શહેરના મુખ્ય માર્ગો પર લગાવેલા હોર્ડિંગસ્ પણ ઉખડી ગયા હતા.જ્યારે સોમનાથમાં યાત્રિકો માટે બનાવવામાં આવેલ મહાકાય ડોમ પણ આ પવનની ગતિ ખમી શક્યું ન હતું.
જેના લીધે આ ડોમના ડૂચા નીકળી ગયા હતા.વેરાવળ સિટી પોલીસના પીઆઈ એસ.એમ. ઈશરાણી, પીએસએસ એ.એસ.સિંધવ, પીએસઆઇ સુવા સહિતના સ્ટાફે પણ સતત વોચ ગોઠવી અને આવેગનો સાથે ઝાલેશ્વર વિસ્તારના 50 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફુંકાવાને કારણે ખેડૂતો ખાસ કરીને નાળિયેરીના પાકને લઇને ચિંતિત બન્યા હતા કારણે નાળિયેરીના પાકને તૈયાર કરવા માટે 5 થી 6 વર્ષ નીકળી જાય છે જ્યારે આ પવનના કારણે ધરાશાયી થાય તો 5 વર્ષની મહેનત પાણીમાં જાય છે.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)