માંડવી નગરના તાપી કિનારે હોડી ઘાટે તાપીના જળપ્રવાહમાં શિવલિંગ ખેંચાય આવી સ્થિર થઈ ગયું હતું. વાયુવેગે વાત પ્રસરતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં.
માંડવી હોડીઘાટે ખેંચાય આવેલા સિમેન્ટ કોંક્રીટની બેઠકમાં સ્થાપન થયેલું શિવલિંગ બપોરે તાપી રિવરફ્રન્ટ નજીક હોડી ઘાટે ખેંચાય આવી સ્થિર થઈ ગયું હતું. સ્થાનિક લોકોને ધ્યાને આવતાં સોશિયલ મીડિયા પર ઘટના વાઇરલ થઈ હતી. ત્યારબાદ માંડવી નગરપાલિકા પ્રમુખ રેખાબહેન વશી તેમજ નગર અગ્રણી નટુભાઈ રબારી સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને ભૂદેવોને બોલાવી યોગ્ય પૂજનવિધી સાથે રિવરફ્રન્ટના તાપી મૈયાના મંદિરમાં શિવલિંગને રાખવામાં આવ્યું હતું.
બહોળી સંખ્યામાં લોકોએ શિવલિંગના દર્શન કર્યા
શિવલિંગ તાપી નદીમાં ખેંચાઈ આવ્યું હોય તે જાણ નગરજનો તથા આજુબાજુના શ્રદ્ધાળુ ધાર્મિક ભક્તજનોને ખબર પડતાં દર્શનાર્થે ઉમટી પડી દર્શન કર્યા હતાં. સૌ કોઈએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.