News Updates
SURAT

સુરતના નકલી શાહરૂખને 20 વર્ષની સજા:17 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું, સોશિયલ મીડિયામાં રિલ્સ-ફોટા મૂકી ફેમસ થયો

Spread the love

સુરત કોર્ટે બળાત્કાર કેસમાં વધુ એક સજાનું એલાન કર્યું છે. એક વર્ષ અગાઉ સચિન ખાતે રહેતી 17 વર્ષની સગીરાનું 50 વર્ષના આધેડે અપહણર કરી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. મહત્વનું છે કે, આરોપી શાહરુખ ખાનનો મોટો ફેન છે. તે સુરતમાં ડુપ્લીકેટ શાહરુખ બની સોશિયલ મીડિયામાં રિલ્સ અને ફોટા મુક્યા છે. ત્યારે સગીરાને આવી જ બધી સ્ટાઈલથી પોતાની સાથે લઇ જઈ દુષ્કર્મ ગુજારનાર નકલી શાહરુખને કોર્ટે સજા સંભળાવી છે.

આરોપી પીડિતાની કંપનીમાં ડ્રાઈવરનું કામ કરતો હતો
સુરતના સચિન વિસ્તારમાંથી ગત 9 ઓક્ટોબર 2022ના રોજ 17 વર્ષની સગીરાને 50 વર્ષના આધેડ અબ્દુલ હાસીમ માધી અપહરણ કરીને ફરાર થઈ ગયો હોવાથી ફરિયાદ નોંધાઈ હતી. લાજપોર નજીકના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા હોજીવાલા એસ્ટેટ ખાતે જરીના કારખાનામાં કામ કરતી હતી. આ જ એસ્ટેટમાં 50 વર્ષીય આરોપી અબ્દુલ હાસીમ માધી પીડિતાને કંપનીની ગાડીમાં કંપનીએ લઈ જવાનું અને ઘરે મૂકવાનું કામ કરતો હતો. આરોપી 8 ઓક્ટોબર 2022ના રોજ ઘરે રીક્ષા લઈને લેવા ગયો હતો. જોકે, સાંજે 7 વાગ્યા સુધી પીડિતા ઘરે નહીં આવતા પરિજનોએ શોધખોળ કરી હતી. પીડિતા મળી ન આવતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પલસાણાના ફ્લાય ઓવરની નીચે રીક્ષા મૂકીને પીડિતાનું અપહરણ કરી ગયો છે.

42 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી
મોટી ઉંમરનો આરોપી સગીરાને ભગાડી ગયો હોવાના બનાવને પોલીસે ગંભીરતાથી લીધો હતો. જેથી આરોપીને પકડી પાડવા પોલીસે જુદી જુદી ટીમો કામે લગાવી હતી. ત્રણ દિવસમાં આરોપી અબ્દુલ માધીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીને કડકમાં કડક સજા થયા તે મુજબ ઊંડાણપૂર્વકની તપાસ કરી પુરાવાઓ એકત્ર કરીને નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપી સામેના તમામ પુરાવાઓ એકત્ર કરીને 42 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

પીડિતા કરતા આરોપીની ઉંમર ત્રણ ગણી વધુ
આરોપીની પોલીસે ધરપકડ કરી તેનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલ્યો હતો. કોર્ટમાં આ કેસનો એક વર્ષમાં ચુકાદો આવી ગયો છે. આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરાયો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ આરોપીને કડક સજા અંગેની દલીલો કરી હતી. જ્યારે કોર્ટે પોતાના ચુકાદામાં નોધ્યું હતું કે, પીડિતા કરતા આરોપીની ઉંમર ત્રણ ગણી વધુ છે અને આરોપીની દીકરી છે તેની ઉંમર 22 વર્ષની છે. કોર્ટે આરોપીને 50 હજારનો દંડ અને પીડિતાને રૂપિયા 45 હજારનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.

જુદી જુદી જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યું
આરોપી પીડિતાનું ખાનગી વાહનમાં અપહરણ કરી ગયો હતો. બાદમાં બસમાં બેસી અમદાવાદથી અજમેર જવા રવાના થયો હતો. આ દરમિયાન સ્લીપર કોચમાં પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, પીડિતાને આરોપી ઊભરાટ પણ લઇ ગયો અને તેની પર ત્યાં બેથી ત્રણવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

સુરતના નકલી શાહરુખને 20 વર્ષની સજા
પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરાને ભગાડી 50 વર્ષીય અબ્દુલ હસીમ માધી બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો ખૂબ મોટો ફેન છે. તે કાયમ પોતાની જાતને શાહરુખ ખાનની જેમ જ રાખે છે. સોશિયલ મીડિયામાં ડુપ્લીકેટ શાહરુખ ખાન બનીને ફોટા અને રીલ્સ પણ અપલોડ કરે છે. આવી બધી સ્ટાઈલો કરી અને બતાવીને સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે નકલી શાહરૂખ ખાન ઉર્ફે અબ્દુલ હમીદ હાસિમ માધિને કોર્ટે દોષિત જાહેર કરતા સુરતના નકલી શાહરુખને 20 વર્ષની જેલ ભોગવવાનો વારો આવ્યો છે.


Spread the love

Related posts

  12 વર્ષીય બાળકનું માથુ રમતા-રમતા….લિફ્ટમાં ફસાતા મોત, ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો  માતા-પિતા માટે

Team News Updates

ઇન્ડિગો એરલાઇન્સનું વોટર કેનનથી સ્વાગત કરાયું; અઠવાડિયામાં સુરત-દુબઈથી કયા દિવસે ટેકઓફ અને લેન્ડિંગ કરશે?

Team News Updates

કેરેટ્સ એક્ઝિબિશન:812 હીરામાંથી બનેલું 3.24 લાખનું જોકર-પેન્ડન્ટ, હોકી, કમળનું આકર્ષણ

Team News Updates