News Updates
NATIONAL

હું કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદી જઈશ:કોંગ્રેસની ઓફર પર ગડકરીએ જવાબ આપતા કહ્યું હતું- મને ભાજપની વિચારધારામાં પૂરો વિશ્વાસ છે

Spread the love

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે મહારાષ્ટ્રના ભંડારાની મુલાકાત લીધી હતી. તેમણે અહીં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા અંગે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ગડકરીએ એક જૂનો કિસ્સો સંભળાવ્યો હતો.

કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જિચકરની સલાહને યાદ કરતાં ગડકરીએ કહ્યું – એકવાર તેમણે મને કહ્યું હતું કે તમે પાર્ટીના સારા કાર્યકર અને નેતા છો. જો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

મેં તેમને કહ્યું – હું કોંગ્રેસમાં જોડાવા કરતાં કૂવામાં કૂદી જઈશ. મને ભાજપ અને તેની વિચારધારામાં સંપુર્ણ વિશ્વાસ છે. હું જીવનભર મારી પાર્ટી માટે કામ કરતો રહીશ.

ભાજપ સરકારે કોંગ્રેસ કરતા બમણું કામ કર્યું છે
ગડકરીએ દાવો કર્યો હતો કે દેશમાં ભાજપ સરકારે કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીમાં છેલ્લા 9 વર્ષમાં બમણું કામ કર્યું છે. પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કરતાં તેમણે કહ્યું કે RSSના વિદ્યાર્થી સંઘ ABVPએ શરૂઆતના દિવસોમાં મને મદદ કરી હતી. સંસ્થાએ મારા જીવનમાં ઘણા મૂલ્યો અને સિદ્ધાંતો ઉમેર્યા છે.

કોંગ્રેસે 60 વર્ષમાં વ્યક્તિગત લાભ સિવાય કશું કર્યું નથી ગડકરીએ કહ્યું કે કોંગ્રેસે પોતાના 60 વર્ષના શાસન દરમિયાન ગરીબી હટાવોનો નારો આપ્યો હતો, પરંતુ વ્યક્તિગત લાભ સિવાય કંઈ જ કર્યું નથી. વ્યક્તિગત લાભ માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ ખોલી. તેમણે ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે પીએમ મોદીના અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે.

તેમણે થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, મેં યુપીના લોકોને 2024ના અંત સુધીમાં રોડ-રસ્તાઓ અમેરિકા જેવા બનાવી દેવા કહ્યું છે.

‘ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખવું જોઈએ’
ગડકરીએ કોંગ્રેસ વિશે વાત કરતા કહ્યું કે, પાર્ટીની રચના થઈ ત્યારથી તે ઘણી વખત તુટી ચુકી છે. આપણે દેશનાલોકશાહીનો ઈતિહાસ ભૂલવો જોઈએ નહીં. આપણે ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખવું જોઈએ.

નીતિન ગડકરીએ કહ્યું- હું રાજનીતિ છોડવા માંગુ છું, ગાંધીના સમયમાં રાજકારણ વિકાસ માટે થતું હતું

એક વર્ષ પહેલા નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું હતું – મને રાજનીતિ છોડવાનું મન થાય છે. કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે ગાંધી યુગથી રાજકારણ સામાજિક આંદોલનનો એક ભાગ રહ્યું છે. તે સમયે દેશના વિકાસ માટે રાજકારણનો ઉપયોગ થતો હતો. આજના રાજકારણના સ્તર પર નજર કરીએ તો ચિંતા થાય છે.

ગડકરીએ રાજકારણ વિશે કહ્યું- બધા દુઃખી છે, ખબર નથી કે ક્યારે પદ પરથી હટાવી દેવામાં આવશે

બે વર્ષ પહેલા રાજસ્થાન વિધાનસભાના એક કાર્યક્રમમાં ગડકરીના નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી. ગડકરીએ કહ્યું હતું કે આજકાલ દરેકને સમસ્યા છે, દરેક દુખી છે. જેઓ મુખ્યમંત્રી બને છે તેઓ એટલા માટે ચિંતિત છે કારણ કે તેમને ખબર નથી કે તેમને ક્યારે હટાવવામાં આવશે. મંત્રી ન બની શકવાના કારણે ધારાસભ્ય દુખી છે. મંત્રી નારાજ છે કારણ કે તેમને સારું ખાતું મળ્યું નથી.


Spread the love

Related posts

શ્રીગણેશ:PM મોદી નવા સંસદભવન પર 17 સપ્ટેમ્બરે તિરંગો ફરકાવશે

Team News Updates

રમતા-રમતા કારનો દરવાજો અંદરથી લોક થઈ ગયો, શ્વાસ રૂંધાઈ જતા મોતને ભેટ્યા

Team News Updates

ખેડૂતો ઉનાળુ મગમાં છાંટી રહ્યા છે દેશી દારૂ, કારણ જાણી રહી જશો દંગ

Team News Updates