News Updates
VADODARA

RTOના ધક્કમાંથી મુક્તિ મળશે:ગુજરાતભરમાં 1 જુલાઇથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઇને નંબર ફાળવણી શો-રૂમમાંથી થશે, પસંદગીના નંબરનું લિસ્ટ પણ ડીલર્સ બતાવશે

Spread the love

ગુજરાતમાં આગામી 1 જુલાઇથી તમામ વાહનોના રજીસ્ટ્રેશનથી લઇને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવનાર છે. જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તુરંત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે. જેને લઇને વડોદરા આરટીઓ દ્વારા ડીલર્સને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થઇ ગઈ છે અને આવનારા દિવસોમાં તબક્કાવાર તાલીમ આપવામાં આવશે.

ફુલ્લી બિલ્ટના વાહનોના નંબર ડિલર પાસેથી મળશે: જે. કે. પટેલ
આ અંગેની માહિતી આપતા વડોદરા RTO જે. કે. પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં આવેલા સુધારા મુજબ ડીલર ખાતેથી જ વાહનોના ફાળવવામાં આવશે. આ પહેલા આરટીઓમાંથી જ વેરિફાઇ અને એપ્રુવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતાં હતા. જે હવેથી ફુલ્લી બિલ્ટના વાહનોના નંબર ડિલર કક્ષાએથી જ વાહનોની ફી અને ટેક્ષ ભર્યાં બાદ તુરંત જ ફાળવી દેવામાં આવશે.

નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા આરટીઓમાંથી નંબરની ફાળવણી થતી હતી, જે હવે ડીલર્સ કક્ષાએથી જ ફાળવવામાં આવશે, જેથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે. તેમજ ફુલ્લી બિલ્ટ વાહન માલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્ષ ભર્યો છે કે, નહીં તેની ચકાસણી કરવામાં આવશે.

ડીલરો માટે તાલીમનું આયોજન
તેઓએ ઉમેર્યું હતું કે, નંબર ફાળવણીની પ્રક્રિયા ડીલર કક્ષાએથી થવાની હોવાથી તેમને માટે પ્રથમ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવશે.

પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કર્યું
આ અગાઉ સરકારે વાહનની ડિલિવરી મેળવી લીધા બાદ આરટીઓ રજિસ્ટ્રેશન થયા પછી ડીલર્સને ત્યાંથી જ નંબર પ્લેટ ફિટ કરાવવાની પ્રણાલી શરૂ કરી હતી. રાજ્ય સરકાર હવે આ સમગ્ર પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરીને નંબર ફાળવણીની પ્રક્રિયા માટે પણ ડિલર્સને અધિકૃત કર્યાં છે.

પસંદગીના નંબર માટે પણ રાહ નહીં જોવી પડે
કોઈપણ વ્યક્તિ વાહન ખરીદે ત્યારબાદ નવા વાહનના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે આરટીઓ કચેરીમાં ઓનલાઇન મોકલવામાં આવે છે, જેની ખરાઈ થયા બાદ આરટીઓ કચેરી તેનો નિકાલ કરીને નંબર ફાળવે છે. આ નંબરની એચએસઆરપી તૈયાર કરવા નંબર પ્લેટ કંપનીમાં વાહન ડીલર નંબરની યાદી મોકલી આપે છે. નંબર પ્લેટ તૈયાર થઈને આવે ત્યાર બાદ વાહન માલિકને જાણ કરાય છે આ સમગ્ર પ્રોસેસમાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે. પસંદગીના નંબર હોય તો તેમાં વધુ સમય જાય છે પણ હવે આ માટે પણ રાહ જોવી પડશે નહીં.

પસંદગીના નંબર માટે ડીલર્સ લિસ્ટ બતાવશે
ખાસ પસંદગીના નંબર માટેની હરાજીમાં ફાળવાઇ ગયેલા નંબર સિવાયના કોઇ નંબર માટે ગ્રાહકની કોઇ પસંદગી હોય તો તે ડીલર્સને ત્યાં કમ્પ્યુટર સિસ્ટમમાં જ નંબર જોઇ શકાશે. જરૂરી ફી ભર્યાં બાદ તે નંબર તેને મળી રહેશે. જ્યારે પસંદગી સિવાયના નંબર ડીલર્સ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયાથી મેળવી લેશે.


Spread the love

Related posts

વિદ્યાર્થીનો આપઘાત વડોદરાની MS યુનિ.માં :મારી જાતે પગલું ભર્યું છે,કોઈનો વાંક નથી-સુસાઈડ નોટમાં લખ્યું,સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાધો

Team News Updates

VADODARA:બ્રિજની સાઈડમાં બેઠેલાઓને કારથી ઉડાડ્યા,બે યુવતીને ઈજા,યુવકનું મોત,પરિવાર દોડી આવ્યો ચાલકને બચાવવા

Team News Updates

 વડોદરા ની IOCL રિફાઇનરીમાં ભીષણ આગ  ,ધુમાડાના ગોટેગોટા દેખાયા 6 કિમી દૂર સુધી

Team News Updates