News Updates
AHMEDABAD

અમદાવાદમાં વધુ એક જર્જરીત મકાન ધરાશાયી:ગોમતીપુરમાં 30 વર્ષથી વધુ જૂના ક્વાર્ટર્સની સીડીનો ભાગ તૂટ્યો; ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 26 લોકોનું રેસ્ક્યુ કર્યું

Spread the love

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ઉત્તમ નગર હેલ્થ ક્વાર્ટર્સના બાલ્કનીનો ભાગ સવારે ધરાશાયી થયો હતો. આજે બીજા દિવસે શુક્રવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સમાં સીડીનો ભાગ ધરાશાયી થયો હતો. જેના પગલે દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યુની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરના માળે રહેતા તમામ લોકોને સીડી વડે નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે ફુલ 26 જેટલા લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા.

સીડીનો ભાગ ધરાશાયી થતા અવરજવરનો રસ્તો બંધ
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા ક્વાર્ટર વર્ષોથી જર્જરીત હાલતમાં છે. અનેક ક્વાર્ટર્સ રહેવા લાયક ન હોવા છતાં પણ હજારો લોકો તેમાં આજે વસવાટ કરી રહ્યા છે. ત્યારે રોજબરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ક્વાર્ટર્સમાં હવે કોઈ પણ ભાગ તૂટવાની ઘટના બને છે. ગુરુવારે મણીનગરના ઉત્તમનગર હેલ્થ ક્વાર્ટર્સ બાદ આજે વહેલી સવારે ગુમતીપુર વિસ્તારમાં આવેલા સ્લમ કવાર્ટર્સમાં સીડીનો ભાગ આખો ધરાશાયી થયો હતો. જોરદાર અવાજ આવવાની સાથે જ ઉપરના માળે રહેતા લોકો બહાર નીકળ્યા હતા. નીચે જવા માટે સીડીનો જે ભાગ છે તે ધરાશાયી થયો હોવાના કારણે અવર-જવરનો રસ્તો બંધ થઈ ગયો હતો.

ફાયરબ્રિગેડની ટીમ તમામને નીચે ઉતાર્યા
ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ગોમતીપુર ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સીડી મૂકી અને એક બાદ એક વ્યક્તિને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિતના 26 વધુ લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. ગોમતીપુરના આ સ્લ્મ ક્વાર્ટર્સ 30 વર્ષથી વધુ જૂના હતા. આ મકાનો ખૂબ જ જર્જરીત અને ભયજનક છે. ચોમાસાનો સમય છે અને મોટાભાગના જર્જરીત મકાનો છે, છતાં કર્મચારીઓ આવા મકાનોમાં રહે છે.


Spread the love

Related posts

નવા ડીજીપી પોલીસને પણ નહીં છોડે:ટ્રાફિક નિયમોના પાઠ ભણાવશે, પોલીસ લખેલી નેમપ્લેટ હશે તો દંડ થશે, ટુ-વ્હિલરમાં હેલ્મેટ તો કારમાં સીટ બેલ્ટ ફરજિયાત

Team News Updates

અધિક મહિનામાં મહિલા MLAને અધિક ગ્રાન્ટ!:રસ્તા બનાવવા CMએ સવા-સવા કરોડની વધારાની ગ્રાન્ટની જાહેરાત કરી

Team News Updates

અમદાવાદ ખાતે GICEA દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો

Team News Updates