News Updates
GUJARAT

દર્દીની પીડા પર પાણી ટપકે છે:પ્રથમ વરસાદે જ સુરત સિવિલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું; છ માસ અગાઉ સ્પેશિયલ રૂમોનું માત્ર કાગળ પર રિપેરિંગ

Spread the love

વરસાદના આગમન સાથે સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું છે. પાણી ટપકવાની ફરિયાદને પગલે ફરીવાર ટેરેસ પર કેમિકલ નાંખી થીંગડા મારવાની નોબત આવી છે. વોર્ડની સાથે પેસેજમાં પણ પાણી ટપકતું હોવાથી અહીં દાખલ દર્દી અને સંબંધીની સાથે સ્ટાફને પરેશાન થવાનો વારો આવ્યો છે.

સિવિલના સર્જરી વોર્ડ સહિત સ્પેશિયલ રૂમમાં પણ પાણી પડે છે
સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં થોડા મહિના પહેલા રિપેરિંગ કામ કરાયું હતું. જેમાં છ માસ અગાઉ રિપેર કરાયેલી અહીંની સ્પેશિયલ રૂમોમાં રિપેરિંગ કામગીરી ફક્ત કાગળ પર થઈ હોય તેની સાબિતી આપતી હકિકત સામે આવી છે. શહેરમાં વરસાદનું જોર વધવા સાથે સિવિલના સર્જરી વોર્ડ સહિત સ્પેશિયલ રૂમમાંથી 1, 2, 4, 8 અને 7 નંબરની વોર્ડમાં સતત પાણી ટપકી રહ્યું હોવાની ફરિયાદ ઉચ્ચ તબીબી અધિકારીઓને થઈ છે.

રિપેરિંગ કામગીરી સામે સવાલ ઊઠ્યા
ઉચ્ચ તબીબી અધિકારીઓ દ્વારા પીઆઈયુના અધિકારીઓને સાથે રાખી સ્પેશિયલ રૂમોમાં રાઉન્ડ લઈ ફરી પાટાપિંડી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક-બે નહીં પણ પાંચ-છ રૂમોમાં પાણી ટપકવાને લીધે કરવામાં આવેલી રિપેરિંગ કામગીરી સામે સવાલ ઊઠવા પામ્યા છે. સિવિલ હોસ્પિટલના સર્જરી અને સ્પેશિયલ વોર્ડની આવી દશાથી દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે.

બિલ્ડિંગ ખાસું જૂનું થઈ ગયું છે
સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગ ખાસું જૂનુ થયું હોય એક જગ્યાએ રિપેર કરાય તો બીજી જગ્યાએ સમસ્યા ઊભી થાય છે. તેમ છતાં વારંવાર રિપેરિંગ માટે કહેવામાં આવે છે. તબીબી અધિકારીઓ વચ્ચેના મતભેદના કારણે બિલ્ડિંગને લઈને કોઈ ખાસ નિર્ણય કરવામાં આવી રહ્યો ન હોવાની ચર્ચા ચાલી રહી છે.


Spread the love

Related posts

સેવાકીય પ્રવૃત્તિ રણમાં: રણ વિસ્તારમાં પાણીની 100 ટાંકીઓનું વિતરણ કરાયું,  ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે પરિવારોને 

Team News Updates

GUJARAT:ઓક્ટબરથી ચોમાસુ વિદાય લેશે;હજુ એક રાઉન્ડ આવી શકે છે ગુજરાતમાં વરસાદનો ,સપ્ટેમ્બરના છેલ્લા સપ્તામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Team News Updates

જાણો ઉનાળા માં કેળા ખાવાથી ફાયદો

Team News Updates