News Updates
GUJARAT

બર્થડે પાર્ટી ઉજવી પરત ફરી રહેલા 5 મિત્રોને નડ્યો અકસ્માત, 2ના યુવકના મોત, 3 ઘાયલ

Spread the love

પાંચ મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન દાહોદના સોપાઈ નજીક કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન કારમાં સવારમાં બે મિત્રો મોતને ભેટ્યા હતા.

દાહોદના સોપાઈ નજીક અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નિપજ્યા છે. પાંચ મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન દાહોદના સોપાઈ નજીક કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન કારમાં સવારમાં બે મિત્રો મોતને ભેટ્યા હતા. જ્યારે 3 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાંચેય મિત્રો જન્મદિવસની પાર્ટીની ઉજવણી કરવા માટે ગયા હતા. જ્યાથી પરત ફરવા દરમિયાન અકસ્માતની ઘટના સર્જાઈ હતી. પાંચેય મિત્રો ઝાલોદના હતા અને તેઓ પાર્ટી માટે સાથે કાર લઈને ગયા હતા.

ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને જેને લઈ સ્થાનિક પોલીસે હવે અકસ્માતની તપાસ શરુ કરી છે. અકસ્માતના કારણને જાણવા માટે પોલીસ દ્વારા વાહનવ્યવહાર નિરીક્ષકનો અભિપ્રાય મેળવવામાં આવશે અને અકસ્માતનુ સ્પષ્ટ કારણ જાણવામાં આવશે. હાલતો પોલીસે અકસ્માત અગે ગુનો નોંધીને તપાસ કાર્યવાહી શરુ કરી છે.


Spread the love

Related posts

BMW X4 M40i Coupe SUV ₹96.2 લાખમાં લોન્ચ:4.9 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડનો દાવો, મર્સિડીઝ-AMG GLC 43 સાથે સ્પર્ધા કરશે

Team News Updates

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ભાવનગરની ચિત્રા GIDCમાં “કોમન ફેસેલીટી સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું

Team News Updates

Dahod:નયનરમ્ય નજારો દાહોદના ધોધનો :ચોસલા ગામ પાસે આવેલા પૌરાણિક કેદારનાથ મહાદેવનો ધોધ જીવંત બનતા ખળખળ પાણી વહેતા થયા

Team News Updates