News Updates
NATIONAL

શું ગુજરાતમાં ગાંજાની (cannabis) ખેતી કરવી કાયદેસર છે ? જાણો ભારતમાં ક્યાં થાય છે ગાંજાની ખેતી

Spread the love

ભારતમાં ગાંજાની (cannabis) ખેતી પર સખત પ્રતિબંધ છે, પરંતુ કેટલાક ખાસ કિસ્સાઓમાં રાજ્ય સરકારો હેતુઓ અનુસાર તેને મંજૂરી આપી શકે છે. 1985માં પસાર કરાયેલ NDPS ગાંજાની ખેતી પર પ્રતિબંધ મૂક્યો હતો.

ભારતમાં ગાંજાની (cannabis) ખેતી પર સખત પ્રતિબંધ છે, પરંતુ કેટલાક ખાસ કિસ્સાઓમાં રાજ્ય સરકારો, વિશેષ હેતુઓ અનુસાર તેને મંજૂરી આપી શકે છે. 1985માં પસાર કરાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટે (NDPS) ગાંજાની ખેતી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અધિનિયમ મુખ્યત્વે નશીલા પદાર્થોના ઉપયોગ, વિતરણ અને વેપાર પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્ય સાથે પસાર કરવામાં આવ્યો હતો.

વૈજ્ઞાનિક અને આયુર્વેદિક અભ્યાસ તેમજ સંશોધન માટે મળે છે મંજૂરી

NDPS એક્ટ મુજબ કેન્દ્ર સરકારને ઉચ્ચ THC મૂલ્ય સાથે ગાંજાનો (cannabis) અભ્યાસ અને સંશોધન કરવાની પરવાનગી આપવામાં આવે છે. તેનો હેતુ ગાંજાના ઉપયોગના સંભવિત ફાયદાઓને સમજવા માટે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક અભ્યાસને વધારવાનો છે. આ માટે, કેન્દ્ર સરકાર વિશેષ કાળજી લે છે અને તેને માત્ર વૈજ્ઞાનિક, આયુર્વેદિક, ઔદ્યોગિક અથવા બાગાયતી હેતુઓ માટે પરવાનગી આપે છે.

લાઇસન્સ કેવી રીતે મેળવવું ?

જો તમે ગાંજાની (cannabis) ખેતી કરવા માંગો છો, તો તમારે એક હેક્ટર જમીન દીઠ એક હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે. આ માટે તમારે તમારા જિલ્લાના જિલ્લા વહીવટી અધિકારી (DM)ની પરવાનગી લેવી પડશે જે બીજને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લઈ જવાની મંજૂરી આપે છે. તમે નિયમોનું પાલન કરી રહ્યા છો કે કેમ તેની ખાતરી કરવા માટે ડીએમ દ્વારા પાકની પણ તપાસ કરવામાં આવશે.

જો તમે નિર્ધારિત ધોરણ કરતાં વધુ જમીનમાં ખેતી કરો છો, તો તે વિસ્તારમાં તમારા પાકનો નાશ કરવામાં આવશે. તેથી, ખેતીનું આયોજન કરતી વખતે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે નિયમો અનુસાર ખેતી કરવામાં આવે.

ક્યાં થાય છે ગાંજાની (cannabis) ખેતી ?

ગુજરાતમાં ગાંજાની (cannabis) ખેતી કરવી એ ગેરકાયદેસર છે, પરંતુ ઉત્તરાખંડમાં ગાંજાની ખેતી કાયદેસર છે. વર્ષ 2018માં રાજ્ય સરકારે ખેડૂતોને ગાંજાની ખેતી કરવાની પરવાનગી આપી હતી. ઉત્તરાખંડમાં ગાંજાની ખેતી નિયંત્રિત રીતે કરવામાં આવે છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ આવી જ નીતિ અનુસાર ગાંજાની ખેતી થાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ ગાંજાની (cannabis) ખેતી થાય છે.


Spread the love

Related posts

સીએમ બઘેલ ભાજપમાં જોડાઈ જાવ, મહાદેવ બેટિંગ એપ બની જશે હર-હર મહાદેવ એપ : ઉદ્ધવ ઠાકરે

Team News Updates

Chandrayaan 3: ખાવાથી લઈને સૂવા સુધી…શું તમને ખબર છે કે ચંદ્ર પર કેવી હોય છે વૈજ્ઞાનિકોની લાઈફસ્ટાઈલ?

Team News Updates

TATAની ફેક્ટરીમાં આગ લાગી ભીષણ, 1500 કર્મચારીઓને બચાવાયા

Team News Updates