News Updates
NATIONAL

VOTING TIME: કેમ શાહી લગાવવામાં આવે છે મતદાન કર્યા બાદ આંગળી પર,આ શાહી કેમ જલ્દી દુર થતી નથી

Spread the love

ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતી શાહીની ફોર્મુલા ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે. ન તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા કે ન તો મૈસુપ પેન્ટ વાર્નિશ લિમિટેડે આ શાહીની ફોર્મુલાને જાહેર કર્યું છે. તો આજે જાણીએ કે, આ શાહી ક્યાં બને છે. ચૂંટણીમાં જે શાહી મૈસૂર પેન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપની બનાવે છે. જે કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. કંપનીની સ્થાપના 1937માં તે સમયે મૈસૂરના મહારાજા નલવાડી કૃષણરાજા વડયારે કરી હતી. દેશમાં ચૂંટણીની શાહી બનાવવાનું લાઈસન્સ માત્ર આ કંપનીની પાસે છે. તેની મુખ્ય ઓળખ ચૂંટણીની શાહી બનાવવાની છે.

પહેલી વખત વર્ષ 1962ના રોજ ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ભારતીય ચૂંટણીઓમાં વાદળી શાહીનો સમાવેશ કરવાનો શ્રેય દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનને જાય છે. આમ તો આ કંપની તરફથી અનેક શાહી બનાવે છે પરંતુ આની ઓળખ ચૂંટણીની શાહી બનાવવા માટે જ થાય છે.

આ શાહીની ખાસ વાત એ છે કે, તે સરળતાથી દુર થતી નથી. પાણીથી ધોયા બાદ પણ કેટલાક દિવસો બાદ આ શાહી ધીમે ધીમે આંગળી માંથી દુર થાય છે. આને બનાવવાા પાછળનો હેતુ નકલી મતદાનને રોકવાનો હતો. આ શાહી પાણીના સંપર્કમાં આવતા જ કાળી થઈ જાય છે.

ચૂંટણીમાં આ શાહીને 10 મિલીલીટરની લાખો બોટલમાં ભરી મતદાન કેન્દ્ર પર મોકલવામાં આવે છે. આનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરના દેશોમાં થાય છે. તેમને જણાવી દઈએ આ શાહીને 25 થી વધારે દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

આ શાહી માત્ર 40 સેકન્ડમાં જ સુકાય જાય છે.તમને જણાવી દઈએ કે, આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ જેવું હવાના સંપર્કમાં આવે છે તે માત્ર 40 સેકન્ડમાં સુકાય જાય છે, એક વખત સ્કિન પર લાગી જાય તે અંદાજે 72 કલાક સુધી આંગળી પરથી જતી નથી.સિલ્વર નાઈટ્રેટ આપણા શરીમાં હાજર નમક સાથે મળી સિલ્વર ક્લોરાઈડ બની જાય છે. તેના પર ન તો પાણીની અસર થાય છે ન તો તે સાબુ વડે દુર થાય છે.


Spread the love

Related posts

5 ટનથી વધુ આંદામાનમાંથી ઝડપ્યુ ડ્રગ્સ,ઈન્ડિયન કોસ્ટગાર્ડનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન

Team News Updates

જાન્યુઆરીમાં થશે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણ આજ સુધી કેટલુ કામ થયું પૂર્ણ

Team News Updates

23 કરોડ રૂપિયાની ઑફર ફગાવી દીધી માલિકે એના માટે;’અનમોલ’નું 1500 કિલો વજન,દરરોજ 20 ઈંડાં, ડ્રાયફૂટ, 5 લિટર દૂધ પીવે છે ભેંસ

Team News Updates