News Updates
ENTERTAINMENT

કમબેક માટે તૈયાર જસપ્રીત બુમરાહ, પ્રેક્ટિસમાં કરી જોરદાર બોલિંગ

Spread the love

હાલ સોશિયલ મીડિયા પર જસપ્રીત બુમરાહનો એક વીડિયો વ્યાયારલ થયો છે, જેમાં બુમરાહ તેની સંપૂર્ણ લયમાં બોલિંગ કરી રહ્યો છે. ક્યારેક રાઉન્ડ ધ વિકેટ તો ક્યારેક ઓફ ધ વિકેટ. તે દરેક છેડેથી બેટ્સમેનને પરેશાન કરી રહ્યો છે.

ક્યાં છે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ? તેની ઈજા વિશે નવીનતમ અપડેટ શું છે ? આ સવાલોના જવાબ હવે મળી ગયા છે. પરંતુ, બુમરાહ કેવી રીતે બોલિંગ કરી રહ્યો છે ? આનો જવાબ તો એક વીડિયોમાં સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં બુમરાહ જે રીતે બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે તે ભારતીય ક્રિકેટ માટે સારા સંકેત માની શકાય છે.

બધા જાણે છે કે વર્લ્ડ કપ હવે વધુ દૂર નથી. અને, જો ટીમ ઈન્ડિયાએ મિશન વર્લ્ડ કપને તેના પોતાના મેદાન પર જીતવો હોય, તો તેમાં બુમરાહની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. પરંતુ, તેના માટે બુમરાહનું માનસિક અને શારીરિક રીતે ફિટ હોવું જરૂરી છે. બુમરાહનું તેના જૂના રંગમાં પાછું ફરવું જરૂરી છે. આ વીડિયો જોઈને લાગે છે કે બુમરાહના પ્રયાસો તે દિશામાં પૂરજોશમાં ચાલી રહ્યા છે.

ફિટનેસ અને ફોર્મ મેળવવાનો પ્રયાસ

BCCI સેક્રેટરી જય શાહે પહેલા જ બુમરાહ વિશે અપડેટ આપી હતી કે તે ફિટ છે. અને હવે તે આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યો છે. અમે દાવા સાથે કહી શકતા નથી, પરંતુ આ વીડિયો NCAનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બુમાર લાંબા સામે બાદ એક પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરતો જોવા મળી હતો.

બુમરાહ આયર્લેન્ડ પ્રવાસે જશે !

ભારતના આયર્લેન્ડ પ્રવાસ માટેની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, એવું લાગે છે કે હવે બુમરાહ આખરે આયર્લેન્ડની સામેની સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવશે. કોઈપણ રીતે, જો તેણે એશિયા કપ અને પછી સૌથી મહત્વપૂર્ણ વર્લ્ડ કપમાં રમવાનું હોય, તો તે પહેલાં તેને ફિટનેસની જરૂર પડશે, જે તે મેચ રમશે ત્યારે જ પ્રાપ્ત થશે અને તે તક આયર્લેન્ડ કરતાં વધુ સારી હોઈ શકે નહીં.


Spread the love

Related posts

1600 કરોડની કમાણી કરનાર ખેલાડીએ ટીમ હાર્યા બાદ કલબ છોડવાનો નિર્ણય લઈ બધાને ચોંકાવી દીધા

Team News Updates

દીકરીના જન્મ બાદ શાહિદ ખુબ જ ડરી ગયો:સસરાને ફોન કરી માફી માગી; કહ્યું, ‘જીવનના આગામી 30 વર્ષ મારી સામે આવી ગયા’

Team News Updates

મૌની રોય ‘બિગ બોસ-17’ના સેટ પર પહોંચી:’ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા’ રિયાલિટી શોનું પ્રમોશન કર્યું, કરણ કુન્દ્રા સાથે આ શોને હોસ્ટ કરશે

Team News Updates