News Updates
GUJARAT

ગાંધીનગરના છત્રાલ પાસે કારચાલકની હાજરીમાં જ અજાણ્યો શખ્સ કારમાંથી રોકડ ભરેલી બેગ ઉઠાવી ગયો

Spread the love

ગાંધીનગરના છત્રાલ ગામ પાસે આવેલા એક પેટ્રોલપંપ પર કારનું પંચર કરાવી રહેલા કારચાલકની નજર ચૂકવી અજાણ્યો શખ્સ પાંચ લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવી જતા ચકચાર મચી છે. રોકડની ઉઠાંતરની ઘટના CCTVમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

કર્મચારીના પગાર માટેના પૈસાની ઉઠાંતરી
અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા હર્ષદભાઈ શાંતિલાલ પટેલ છત્રાલ-પાનસર રોડ ઉપર ભારત ઇન્ડ્રસ્ટ્રીઝ નામથી ફેક્ટરીમાં ફેન્સિંગ વાયર બનાવી તેનું વેચાણ કરે છે. ગઈકાલે મંગળવારે દસેક વાગ્યાની આસપાસ હર્ષદભાઇ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા ત્યારે ફેક્ટરીમાં નોકરી કરતા સુપરવાઇઝર ગૌરાંગભાઇ પટેલ પણ ત્યાં હાજર હતા. આથી હર્ષદભાઈએ સુપરવાઇઝરને કહેલ ફેક્ટરીમાં કર્મચારીઓનો પગાર કરવાનો હોવાથી ગાડી લઈને બેંકમાંથી રૂ. 2 લાખ તેમજ પી.એમ આંગડિયા પેઢીમાંથી રૂ. 3 લાખ એમ કુલ રૂ. 5 લાખ લઈ આવો. જેથી કરીને સુપરવાઇઝર રૂપિયા લેવા માટે કાર લઈને નીકળ્યો હતો. ત્યારે આશરે સાડા બારેક વાગ્યે સુપરવાઇઝર ગૌરાંગ પટેલે ફોન કરી હર્ષદભાઈને કહેલ કે તમારા કહ્યા મુજબ રૂપિયા ઉપાડીને કાળા કલરના પર્સમાં મૂક્યા હતા. બાદમાં ગાડી લઇ મહેસાણા કલોલ હાઇવે ઉપર અમદાવાદ તરફ જતા હતા. તે વખતે છત્રાલ ગામની સીમમાં મોટા બાર સમાજની વાડીની સામે હાઇવે રોડ ઉપર ગાડીને પંક્ચર પડ્યું હતું. આથી નજીકમાં આવેલ એસ્સાર પેટ્રોલ પંપના કોર્નરમાં આવેલ પંક્ચરની દુકાને પંક્ચર કરાવવા માટે ગાડી પાર્ક કરી હતી અને ગાડીમાંથી સ્પેર વ્હીલ તેમજ જરૂરી સામાન બહાર કાઢી પંક્ચર કરાવ્યું હતું. બાદમાં ગાડીમાં બેસવા જતાં રૂપિયા ભરેલું પર્સ જણાઈ આવ્યું ન હતું.

સીસીટીવી ચેક કરતા અજાણ્યો શખ્સ બેગ લઈને જતો દેખાયો
કારમાંથી પૈસા ભરેલી બેગ ગાયબ જણાતા ગૌરાંગ પટેલે એસ્સાર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં આશરે સવા બારેક વાગ્યાના અરસામાં એક અજાણ્યો ઈસમ ગાડીની ડાબી બાજુએ લપાતો છુપાતો જઇ ગાડીની ડાબી બાજુનો દરવાજો ખોલી રૂપિયા ભરેલું પર્સ કપડાની આડાશમાં સંતાડી લઇ ચોરી કરતાં નજરે ચડ્યો હતો. આ બનાવ અંગે હર્ષદભાઈએ ફરિયાદ આપતાં કલોલ તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને લૂંટારુઓનું પગેરું શોધવા દોડધામ કરી મૂકી છે.

ગાંધીનગરની છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં થોડા દિવસ પહેલાં પ્લાસ્ટિક દાણાનો ધંધો કરતા વેપારીની કારનો કાચ તોડી અંદરથી 1.80 લાખ રૂપિયાની ઉઠાંતરી થઈ હતી. ત્યારબાદ આ જ વિસ્તારમાં વધુ એક બનાવ બનતા પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.


Spread the love

Related posts

 20 જિલ્લામાં થશે મેઘ મહેર, 11 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી  ગુજરાતના 

Team News Updates

Weather:વાવાઝોડાનું સંકટ  ગુજરાત પર ફરી!વરસાદની આગાહી

Team News Updates

PATAN:તાળાની ચાવી મોંઢામાં નાખતા ગળામાં ફસાઈ,પાટણના ઈએનટી સર્જને ચાવી સિફતપૂર્વક બહાર કાઢી

Team News Updates