News Updates
BUSINESS

SBI અમૃત-કલશ યોજનામાં 15 ઓગસ્ટ સુધી રોકાણ કરવાની તક:જેમાં સિનિયર સીટીઝનને 7.60% અને અન્યને 7.10% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે

Spread the love

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ (FD) સ્કીમ અમૃત કલશ આ મહિને 15 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે. આ યોજના હેઠળ સિનિયર સીટીઝનને FD પર 7.60% અને અન્ય લોકોને 7.10% વ્યાજ આપવામાં આવે છે.

વ્યક્તિએ આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવું પડશે. આવી સ્થિતિમાં, જો તમને FD પર વધુ વ્યાજ જોઈએ છે, તો તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો. અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

આ સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ છે
અમૃત કલશ એ સ્પેશિયલ રિટેલ ટર્મ ડિપોઝિટ એટલે કે FD છે. જેમાં સિનિયર સીટીઝનને 7.60% અને સામાન્ય નાગરિકોને 7.10%ના દરે વ્યાજ મળે છે. આમાં વધુમાં વધુ 2 કરોડ રૂપિયાની FD કરી શકાય છે. અમૃત કલશ યોજના હેઠળ, તમને દર મહિને, દર ત્રિમાસિક અને દર અડધા વર્ષે વ્યાજ ચૂકવવામાં આવે છે. તમે તમારી અનુકૂળતા મુજબ FD વ્યાજની ચુકવણી નક્કી કરી શકો છો.

તમે ઓનલાઈન કે ઓફલાઈન રોકાણ કરી શકો છો
આ યોજનામાં રોકાણ કરવા માટે, તમે બેંકની શાખામાં જઈને પણ રોકાણ કરી શકો છો. તો, નેટબેંકિંગ અને SBI YONO એપથી પણ રોકાણ કરી શકાય છે. સામાન્ય FDની જેમ અમૃત કલશ પર પણ લોન લેવાની સુવિધા ઉપલબ્ધ છે.

SBI ‘WECARE’ સ્કીમમાં 30 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકશે
SBI એ અન્ય સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ (FD) સ્કીમ ‘WECARE’ની છેલ્લી તારીખ પણ લંબાવી છે. હવે આ સ્કીમમાં 30 સપ્ટેમ્બર 2023 સુધી રોકાણ કરી શકાય છે. SBIની આ સ્કીમમાં સિનિયર સીટીઝનને 5 વર્ષ કે તેથી વધુની ડિપોઝિટ (FD) પર 50 બેસિસ પોઈન્ટનું વધારાનું વ્યાજ મળશે.

સિનિયર સીટીઝનને 5 વર્ષથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય લોકો કરતાં 0.50% વધુ વ્યાજ મળે છે. બીજી તરફ, ‘WECARE ડિપોઝિટ’ યોજના હેઠળ, 5 વર્ષ કે તેથી વધુની FD પર 1% વ્યાજ આપવામાં આવશે. જોકે, સમય પહેલા ઉપાડ પર કોઈ વધારાનું વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.


Spread the love

Related posts

નાણાકીય વર્ષમાં GSTથી 20.14 લાખ કરોડની થઈ આવક,GSTની વિક્રમી આવક, માર્ચમાં 1.78 લાખ કરોડ મળ્યાં

Team News Updates

Mutual Funds:SIP માત્ર  10,000 રુપિયાની 46 લાખ રુપિયા 11 વર્ષમાં બનાવ્યા

Team News Updates

નદીમાં 35 મીટર નીચે મેટ્રોમાં મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ, આ સર્વિસ આપનાર એરટેલ દેશની પ્રથમ કંપની બની

Team News Updates