News Updates
EXCLUSIVEGUJARAT

MORBIના ચકચારી કેસની આરોપી RANIBA ઝડપાઇ, દલિત યુવકે કરી હતી ATROCITYની ફરિયાદ

Spread the love

તા.૨૭,મોરબી: MORBIના ચકચારી કેસમાં ભૂગર્મમાં ઉતરેલી RANIBA પોલીસની પકડમાં આવી ગઈ છે. દલિત યુવકને માર મારવાનો અને જુતુ મોઢામાં લેવડાવાના કેસમાં પોલીસે રાણીબા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.

મોરબીમાં રહેતા દલિત યુવકે 15 દિવસનો બાકી પગાર માગતા રાણીબા ઇન્ડસ્ટ્રીઝના સંચાલક અને તેના ભાઈ સહિતના લોકોએ ઢોરમાર માર્યો હતો અને પગરખા મોઢા લેવડાવીને માફી મગાવી હતી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. તેમજ જો તે પોલીસ(MORBI POLICE) ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુવકે રાણીબા તેનો ભાઈ ઓમ પટેલ તથા રાજ પટેલ, પરીક્ષિત અને ડી. ડી. રબારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દલિત યુવક પર અત્યાચારની ઘટના સામે આવતા દલિત સમાજ રોષ ભરાયો હતો અને મોરબી ક્લેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો હતો. સાથે જ આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

આ કેસમાં ધરપકડથી બચવા માટે રાણીબાએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતું કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. રાણીબા ભુગર્ભમાં ઉતરી જતાં પોલીસે ત્રણ ટીમ બનાવીને રાણીબા ઈન્ડસ્ટ્રીઝ સહિતની જગ્યાઓ પર તપાસ કરી હતી. ત્યારે આજે આ ચકચારીત કેસમાં રાણીબા હવે પોલીસ પકડમાં આવી ગઈ છે, સાથે રાણીબા સાથે પોલીસે રાજ પટેલ અને ઓમ પટેલની પણ ધરકડ કરી છે. હવે આ ચકચારી કેસમાં પોલીસ આરોપીની પુછપરછ કરીને આગળની વધુ કાર્યવાહી કરશે.


Spread the love

Related posts

કચ્છ-સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો:ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો, બનાસકાંઠા-પાટણ જિલ્લાનાં અનેક ગામડાઓને એલર્ટ

Team News Updates

2.60 કરોડનું કરી ગયો  મિત્ર 50 લાખ નફો આપીશ કહી: હૈદરાબાદમાં એક જગ્યા ખરીદી છે જેની મોટી રકમ આવશે તેમ કહીને વેપારીને છેતર્યા

Team News Updates

ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી થશે, રાજ્ય સરકાર મહીને રુપિયા 10 લાખની આવક જતી કરશે

Team News Updates