ભારતીય ટીમ સિરીઝમાં 2-1 થી પાછળ છે અને શ્રેણી જીતવા માટે અંતિમ બંને મેચ કરો યા મરો સમાન છે. ભારતીય ટીમે સિરીઝની શરુઆતે જ પ્રથમ બંને મેચમાં સળંગ હારનો સામનો કર્યો હતો.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 મેચની અંતિમ બંને મેચ ફ્લોરિડામાં રમાનારી છે. ભારતીય ટીમનો કેરેબિયન પ્રવાસ પણ સિરીઝના અંત સાથે સમાપ્ત થશે. ભારતીય ટીમ સિરીઝમાં 2-1 થી પાછળ છે અને શ્રેણી જીતવા માટે અંતિમ બંને મેચ કરો યા મરો સમાન છે. ભારતીય ટીમે સિરીઝની શરુઆતે જ પ્રથમ બંને મેચમાં સળંગ હારનો સામનો કર્યો હતો. જોકે ત્રીજી મેચમાં જીત મેળવતા રાહત સર્જાઈ હતી. ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાને ઉતરશે.
હાર્દિક પંડ્યા સળંગ બે મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હારવાની શરમજનક સ્થિતિ કેપ્ટન તરીકે પોતાને નામે નોંધાવી ચૂક્યો છે. હવે સિરીઝ હારવાની વધુ શરમજનક સ્થિતિથી બચવા જરુર મરણીયો પ્રયાસ કરશે. વેસ્ટ ઈન્ડિઝ જેવી નબળી ટીમ સામે મજબૂત ભારતીય ટીમની હાર એ ક્રિકેટ જગતમાં શરમજનક સ્થિતિ સર્જી શકે છે. વનડે વિશ્વકપ 2023 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્વોલીફિય કરી શકી નથી, આમ હાલમાં કેરેબિયન ટીમની સ્થિતિ કેટલી નબળી છે એ જોઈ શકાય છે.
અંતિમ ઈલેવન કેવી હશે?
સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ મરણીયા બનીને મેદાનમાં ઉતરવુ જરુરી છે. આ માટે ટીમ ઈન્ડિયાની અંતિમ ઈલેવન શ્રેષ્ઠ હશે જ એમા કોઈ બેમત નથી. જોકે અંતિમ વિજયી ઈલેવનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે એવી શક્યતાઓ ઓછી છે. આમ છતાં ટીમમાં એક ફેરફાર બોલિંગ વિભાગમાં કરવામાં આવી શકે છે.
ટીમમાં મુકેશ કુમારના સ્થાને અવેશ ખાનનો સમાવેશ કરવાાં આવે એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. મુકેશ કુમારનુ બોલિંગ પ્રદર્શન સારુ રહ્યુ છે, જોકે ત્રણ મેચમાં તેના નસીબમાં માત્ર 2 જ વિકેટ આવી છે. આમ તેના સ્થાને અવેશને તક આપવામાં આવી શકે છે, જોકે આ બધુ પીચ પર નિર્ભર છે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી પણ વેસ્ટ ઈન્ડિઝમાં ધમાલ મચાવી રહી છે.
ઓપનિંગ જોડીમાં કરાશે ફેરફાર?
અંતિમ મેચમાં ઈશાન કિશને બહાર થયો હતો. અને યશસ્વી જયસ્વાલે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. જોકે જયસ્વાલના બેટથી માત્ર એક જ રન નિકળ્યો હતો અને 2 જ બોલનો સામનો કરીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે જયસ્વાલને હજુ મોકો અપાય એવી પૂરી સંભાવના છે, જોકે ચિંતા શુભમન ગિલની છે. ગિલ હાલમાં ફોર્મમાં જોવા મળી રહ્યો નથી, જોકે તેની પર પણ ભરોસો જારી રહેશે. સંજૂ સેમસનનુ સ્થાન પણ ટીમમાં પાકુ માનવામાં આવી રહ્યુ છે. તેને ફેરફાર કરવાની કોઈ સંભાવના નથી. સૂર્યા અંતિમ મેચમાં તેના અસલી રંગમાં જોવા મળ્યો હતો.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટીમોની સંભવિત પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર/આવેશ ખાન.
વેસ્ટ ઈન્ડિઝ: રોવમેન પોવેલ (કેપ્ટન), બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ/જહોનસન ચાર્લ્સ (વિકેટકીપર), નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોસ્ટન ચેઝ/જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હુસેન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.