News Updates
AHMEDABAD

પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

Spread the love

શું આપ મોન્સૂનની મજા મનભરીને માણવાના મૂડમાં છો? તો આપ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી મોન્સૂનમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોનો પ્રવાસ ખેડી શકો છો.

આ વેકેશનમાં આપ અદભૂત આહલાદક સ્થળોની સફર કરીને રજાઓને રસપ્રદ બનાવવાનો લાભ લઈ શકો છો. અમદાવાદ એરપોર્ટ પરથી પ્રવાસનો ઉત્કૃષ્ટ અનુભવ આપતા કેટલાય નયનરમ્ય સ્થળોને સુલભ બનાવવાની સુવિધા કરાઇ છે. વરસાદી મોસમની મહેક અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા એરપોર્ટ પરથી આપ નીચેના સ્થળોની ફ્લાઈટ્સ પકડી શકો છો.

લોનાવાલા અને મહાબળેશ્વર: ચોમાસામાં સોળે કળાએ ખીલતું રોમેન્ટિક અને જાદુઈ પ્રવાસન સ્થળ લોનાવાલા ખૂબ જ અદભૂત છે. અહીં ટાઈગર પોઈન્ટ અને તુંગાર્લી તળાવના ઓવરફ્લોના આકર્ષક દૃશ્યો ઉડીને આંખે વળગે તેવા હોય છે. એર ઈન્ડિયાની 1 અને ઈન્ડિગોની 4 ફ્લાઈટ્સ ઉપલબ્ધ હોવાથી પ્રવાસીઓ પૂણે એરપોર્ટથી લોનાવાલા આરામથી પહોંચી શકે છે.

મહાબળેશ્વરના ડુંગરાળ લેન્ડસ્કેપ્સ અને ઝાકળની ચાદરથી ઢંકાયેલ શિખરો માટે જાણીતું છે. લોનાવાલા જતા પ્રવાસીઓ મહાબળેશ્વરમાં એડવેન્ચરસ એક્ટીવીટી અને ટ્રેકિંગ પણ કરી શકે છે.

દાર્જિલિંગ, સિલીગુડી અને ચાલસા: અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટમાં દાર્જિલિંગ, સિલીગુડી અને ચાલસા પહોંચવાનું સુલભ બન્યું છે. ચોમેર હરિયાળી-લીલી ખીણોના વિહંગમ દૃશ્યો અને દાર્જિલિંગમાં ટોય ટ્રેનની સવારી પ્રવાસીઓનું મન મોહી લે છે. અમદાવાદ એરપોર્ટના વ્યાપક ફ્લાઇટ નેટવર્કથી સિલિગુડીના ચાના બગીચાઓ તેમજ નજીકના બાગડોગરા એરપોર્ટ તરફની ફ્લાઇટ્સ દરરોજ ઉપલબ્ધ છે.

મુન્નાર અને અલેપ્પી: ચોમાસામાં શાંત અને આહલાદક સફર કરવા માંગતા લોકો માટે મુન્નાર આદર્શ સ્થળ છે. નયનરમ્ય ઝાકળ, રોલિંગ ટેકરીઓ અને ચાના બગીચાઓ ધરાવતું મુન્નાર શહેરની યંત્રવત જીવનથી દૂર શાંત વાતાવરણ પ્રદાન કરે છે. અલપ્પુઝા તરીકે ઓળખાતુ અલેપ્પી પણ ચોમાસા બાદ પ્રવાસન માટેનું મનપસંદ સ્થળ છે. આ બંને સુંદર સ્થળો અમદાવાદથી કોચીનની સીધી ફ્લાઈટથી જોડાયેલા છે.

ગોવા: ગોવામાં સતત ઝરમર વરસાદ વચ્ચે મનોહર દ્રશ્યો જોવા મળે છે. દૂધસાગર ધોધ, બોમ જીસસની બેસિલિકા, અને અગુઆડા કિલ્લાના આકર્ષણો તેમને નખશીખ ભીંજાવી દે તેવા છે. અમદાવાદથી 1 ઈન્ડિગો અને 2 અકાસા એર ફ્લાઈટ્સ સાથે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જઈ શકાય છે.

ઓલી: બર્ફિલી મોસમ દરમિયાન સ્કીઇંગ ડેસ્ટિનેશન તરીકે વ્યાપકપણે જાણીતું ઔલી ઓગસ્ટમાં શ્રેષ્ઠ પ્રસાવસ સ્થળોમાંનું એક છે. સાધારણ વરસાદ સાથે જોવાલાયક સ્થળોમાં ઓલીનું આગવું આકર્ષણ છે. આમદાવાદથી સીધી ઈન્ડિગો ફ્લાઇટથી જોલી ગ્રાન્ટ એરપોર્ટ ઓલી પહોંચી શકાય છે.

જયપુર અને આગળ રાનીખેત: જયપુર અમદાવાદ સાથે ઈન્ડિગોની 3 ડાયરેક્ટ ફ્લાઈટ્સ દ્વારા સીધુ જોડાયેલું છે. મુસાફરોને પિંક સિટી અને રાજસ્થાનની રાજધાનીની સફર ખેડી શકાય છે. વળી ઉત્તરાખંડમાં રાનીખેત અને અન્ય સ્થળોની મુસાફરીમાં રસ ધરાવતા મુસાફરો ઈન્ડિગો દ્વારા જયપુરથી પંતનગર થઈને ફ્લાઇટ લઈ શકે છે.

દેહરાદૂન: અમદાવાદથી સીધી ફ્લાઈટ દ્વારા દેહરાદૂન અને તેની આસપાસના સ્થળોએ પહોંચી શકાય છે. ઈન્ડિગોની દૈનિક ફ્લાઇટ મુસાફરોને તેમની દેહરાદૂન, મસૂરી, ઋષિકેશ અથવા હરિદ્વારની મુસાફરીનું આયોજન કરવામાં મદદ કરી શકે છે.

પ્રવાસ રસીકો આ ચોમાસામાં બેસ્ટ કનેક્ટિવિટીનો લાભ લઈ પ્રાકૃતિક સૌંદર્યમાં ગળાડૂબ થઈ ચિરંજીવ સંભારણા બનાવી શકે છે. અમદાવાદ એરપોર્ટ ચોમાસાની ઋતુ દરમિયાન આ તમામ મનમોહક લેન્ડસ્કેપ્સ અને મનોહર દ્રશ્યો જોવા ઉત્સુક લોકોને અનુકૂળ અને સુલભ પ્રવાસ વિકલ્પો પ્રદાન કરવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ 7 એરલાઇન્સ દ્વારા 33 સ્થાનિક સ્થળો સાથે સારી રીતે જોડાયેલું છે.


Spread the love

Related posts

અમદાવાદથી ઊડાન ભરનારી અનેક ફ્લાઈટ્સ ડીલે:ખરાબ હવામાનના કારણે જયપુર અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ, બેંગ્લોર, દુબઈ અને દિલ્હી સહિતની 23 ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા

Team News Updates

AC હેલ્મેટ: હવે અમદાવાદના ટ્રાફિક પોલીસકર્મીઓએ ઉનાળાની આકરી ગરમીમાં નહીં શેકાવું પડે

Team News Updates

દારૂના નશામાં બાળકીનું અપહરણ:ગરીબ પરિવારની 4 વર્ષની બાળકીની સાણંદ બ્રિજ નજીકથી દારૂડિયાઓએ ઉઠાંતરી કરી, પોલીસ તપાસમાં આરોપીઓ પકડાતા ભેદ ઉકેલાયો

Team News Updates