News Updates
ENTERTAINMENT

અક્ષય કુમારે ‘હાઉસફુલ 5’ની જાહેરાત કરી:ફિલ્મ 2024માં દિવાળી પર રિલીઝ થશે, રિતેશ-અક્ષય પહેલા ભાગથી જ ફ્રેન્ચાઈઝીનો ભાગ છે

Spread the love

અક્ષય કુમારે ‘હાઉસફુલ 5’ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. શુક્રવારે અક્ષયે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા આ માહિતી આપી હતી. જોકે, ખિલાડી કુમારે હજુ સુધી ‘હાઉસફુલ 5’ની અંતિમ કાસ્ટ વિશે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. અક્ષય અને રિતેશ દેશમુખ પહેલા ભાગથી જ ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝીનો ભાગ છે. ફિલ્મના આ ભાગમાં પણ બંને કોમેડી કરતા જોવા મળશે. ફિલ્મની જાહેરાત કરતા અક્ષયે લખ્યું. ‘પાંચ ગણા ગાંડપણ માટે તૈયાર થઈ જાઓ! તમારા બધા માટે લાવી રહ્યો છું. દિવાળી 2024 પર થિયેટરોમાં મળીશું’.

અક્ષયના ફેન્સ ઉત્સાહિત થયા, કહ્યું, ‘કોમેડી કિંગ પાછો આવ્યો છે’
અક્ષય માટે તેની હાઉસફુલ ફ્રેન્ચાઈઝી અત્યંત સફળ રહી છે. આવી સ્થિતિમાં, ચાહકો આ જાહેરાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. એક ચાહકે કમેન્ટ સેક્શનમાં લખ્યું – ‘કોમેડી કિંગ ઈઝ બેક.’ અન્ય એક ફેને લખ્યું- ‘હેરા ફેરી 3નું શું થયું?’ ત્રીજા પ્રશંસકે લખ્યું- ‘અક્ષય કુમાર તેના રૂપમાં પાછો આવી રહ્યો છે.’

હાઉસફુલ અક્ષયની સફળ ફ્રેન્ચાઈઝીમાંથી એક છે.
પ્રથમ અને બીજા ભાગનું નિર્દેશન સાજિદ ખાને કર્યું હતું. ત્રીજા ભાગનું નિર્દેશન સાજિદ-ફરહાદે સાથે કર્યું હતું. જ્યારે ચોથો ભાગ ફરહાદ સામજીએ જ ડિરેક્ટ કર્યો હતો.

  • ‘હાઉસફુલ’ના પહેલા ભાગમાં અક્ષય અને રિતેશ તેમજ અર્જુન રામપાલ, લારા દત્તા, દીપિકા પાદુકોણ, જિયા ખાન, બોમન ઈરાની અને ચંકી પાંડે મુખ્ય ભૂમિકામાં હતા.
  • ‘હાઉસફુલ 2’ 2012માં રિલીઝ થઈ હતી. તેમાં અક્ષય કુમાર, રિતેશ, ચંકી પાંડે, અસિન, જેકલીન ફર્નાન્ડીઝ, જોન અબ્રાહમ, દિવંગત અભિનેતા ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
  • ‘હાઉસફુલ 3’ (2016) માં અક્ષય, રિતેશ, તેમજ અભિષેક બચ્ચન સાથે જેકલીન, નરગીસ ફખરી અને લિસા હેડન અભિનિત હતા.
  • ‘હાઉસફુલ 4’ (2019) માં અક્ષય, રિતેશ સિવાય બોબી દેઓલ,ક્રિતી સેનન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા હતા.

હાઉસફુલ ફ્રેન્ચાઇઝી ફિલ્મોનું બોક્સ-ઓફિસ કલેક્શન

ફિલ્મબોક્સ ઓફિસ કલેક્શન
હાઉસફુલ 1129.69 કરોડ
હાઉસફુલ 2179.15 કરોડ
હાઉસફુલ 3194.48 કરોડ
હાઉસફુલ 4291.08 કરોડ છે

અક્ષય છેલ્લે કોમેડી ફિલ્મ ‘સેલ્ફી’માં જોવા મળ્યો હતો, જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. વર્ક ફ્રન્ટ પર, અભિનેતા આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ અને એક્શન થ્રિલર, ‘બડે મિયાં છોટે મિયાં’માં ટાઇગર શ્રોફ અને સોનાક્ષી સિંહા સાથે જોવા મળશે.


Spread the love

Related posts

 ODIમાં હાર્યું આયર્લેન્ડ બીજી વખત ,સાઉથ આફ્રિકાને કેચ છોડવાની મળી સજા

Team News Updates

મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીની પીડા:કહ્યું- ‘હું સખત મહેનત કરીને એક્ટર બન્યો, પરંતુ ઓરી જેવા લોકો મારા કરતા વધુ પ્રખ્યાત છે’

Team News Updates

 ‘મારી પત્નીને બદનામ કરશો નહીં’…રવીન્દ્ર જાડેજા પિતાના આરોપોથી નારાજ

Team News Updates