News Updates
NATIONAL

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 4ના મોત:કોટદ્વારમાં કાર તણાઈ ગઈ; હિમાચલમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ

Spread the love

ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ચંબામાં સોમવારે ભૂસ્ખલનમાં ચાર મહિનાના બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. તેમના મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જે કાટમાળ નીચે દટાઈ ગઈ હતી.

ટિહરીના એસપી નવનીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે અને વધુ એક ગુમ વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. કાટમાળને કારણે નવો ટિહરી-ચંબા રોડ બંધ થઈ ગયો હતો. આ તરફ ઉત્તરાખંડના કોટદ્વારમાં કાર તણાઈ ગઈ હતી.

હવામાન વિભાગે ઉત્તરાખંડના સાત જિલ્લા દેહરાદૂન, ટિહરી, પૌરી, બાગેશ્વર, ચંપાવત, નૈનીતાલ અને ઉધમસિંહનગરમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

બીજી તરફ હિમાચલમાં આગામી 96 કલાકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં રૂ. 8,099 કરોડની સરકારી અને ખાનગી સંપત્તિનો નાશ થયો છે.

ભારે વરસાદ થશેઃ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ.

રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશામાં મધ્યમ વરસાદ પડશે.

મધ્યપ્રદેશના ગ્વાલિયર, ચંબલ અને સાગર વિભાગમાં આગામી 2 થી 3 દિવસ સુધી ચોમાસુ સિસ્ટમ એક્ટિવ રહેશે. જેના કારણે કેટલીક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર સહિત અન્ય જિલ્લાઓમાં તડકો રહેશે. અહીં હળવો વરસાદ પડવાની શક્યતા છે.


Spread the love

Related posts

Go First બાદ શું હવે બંધ થશે સ્પાઈસ જેટ? NCLTએ મોકલી નોટિસ

Team News Updates

કાઝીરંગા અભ્યારણ્યમાં મોત, 6 ગેંડા સહિત 104 હરણના ,72 લોકોના પણ થયા મોત

Team News Updates

ચીનમાં ન્યુમોનિયા ફાટી નીકળ્યો, મહારાષ્ટ્રમાં તકેદારી રાખવાની ચેતવણી, આરોગ્ય વિભાગની સલાહ

Team News Updates