કંપની સેક્રેટરીમાં ગુજરાતનું એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં મોડ્યુલ-1નું પરિણામ 8.90% અને મોડ્યુલ-2નું પરિણામ 14.02% આવ્યું છે. તો પ્રોફેશનલ પ્રોગ્રામમાં મોડ્યુલ-1નું પરિણામ 7.79%, મોડ્યુલ-2નું 6.09% અને મોડ્યુલ-3નું પરિણામ 14.05% જાહેર થયું છે.
જુન 2023માં લેવાયેલા કંપની સેક્રેટરીના એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામના પરિણામો જાહેર થયા છે. જેમાં પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયા લેવલ પર અમદાવાદની જેની પંચમટિયા બીજા ક્રમે આવી છે. તો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ત્રીજા નંબર પર રોહન પંજવાણિ, છઠ્ઠા પર સાહિલ પટેલ અને 10મા નંબરે આશ્લેષા પ્રજાપતિ છે.
ગુજરાતનું એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષાનું મોડ્યુલ-1નું પરિણામ 8.90 અને મોડ્યુલ-2નું પરિણામ 14.02 % આવ્યું છે. તો ગુજરાતનું પ્રોફેશનલ પ્રોગ્રામનું મોડ્યુલ-1નું પરિણામ 7.79%, મોડ્યુલ-2નું 6.09% અને મોડ્યુલ-3નું પરિણામ 14.05% જાહેર થયું છે.