News Updates
ENTERTAINMENT

બિપાશા-કરણની દીકરી 10 મહિનાની થઈ ગઈ છે:અભિનેત્રીએ શેર કર્યો ક્યૂટ વીડિયો, દેવીએ તેની ફેવરિટ બન્ની કેક કાપી

Spread the love

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની દીકરી દેવી 12 સપ્ટેમ્બરે 10 મહિનાની થઈ ગઈ. આ અવસર પર અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર દેવીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં નાની દેવી પિંક ફ્રોક, પિંક હેરબેન્ડ અને મેચિંગ શૂઝ પહેરીને બેડ પર રમતી જોવા મળે છે.

બિપાશાએ પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો
આ સિવાય બિપાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પુત્રીની બર્થડે પાર્ટીની કેટલીક ઝલક શેર કરી છે. એક ફોટામાં દેવીના જન્મદિવસની કેકની ઝલક દેખાઈ હતી જેના પર સસલું દોરેલું હતું. એક વીડિયોમાં દેવી તેની કેક જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

ચાહકોએ શુભેચ્છા પાઠવી
ચાહકો સોશિયલ મીડિયા પર નાની દેવીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘ જન્મદિવસની શુભેછા દેવી, ભગવાન તમારું ભલું કરે, સ્વીટ સ્વીટ એન્જલ.’ બીજાએ લખ્યું, ‘ભગવાન તમને હંમેશા ઘણી ખુશીઓ અને પ્રેમ આપે.’

દેવીના હૃદયમાં બે કાણા હતા
થોડા દિવસો પહેલા બિપાશા બાસુએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જન્મ સમયે દેવીના હૃદયમાં બે કાણા હતા. બિપાશાએ નેહા ધૂપિયા સાથે લાઈવ ચેટ દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે તેમની પુત્રીના જન્મના ત્રણ મહિના પછી જ ઓપન હાર્ટ સર્જરી કરાવવાની હતી. આ ઓપરેશન લગભગ 6 કલાક ચાલ્યું હતું. જોકે, દેવી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે, બિપાશા અને કરણની દીકરીનો જન્મ 12 નવેમ્બર 2022ના રોજ થયો હતો. બંનેએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. લગ્નના છ વર્ષ બાદ આ કપલ માતા-પિતા બન્યા છે.


Spread the love

Related posts

ટીવી સિરિયલની કોપી છે ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’, આ 5 સીન જોઈને તમે પણ માની જશો

Team News Updates

Mouni Barbie Doll Look: મૌની રોયના બાર્બી ડોલના લુકે ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Photos

Team News Updates

ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત અને હાર એકસરખી!:ઇંગ્લેન્ડને હરાવીને 178મી ટેસ્ટ મેચ જીતી, વિરાટ કોહલી સૌથી સફળ કેપ્ટન

Team News Updates