News Updates
ENTERTAINMENT

કાલાવડ રોડની સયાજી હોટલમાં ટીમ ઇન્ડિયાનું રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, ઓસ્ટ્રેલિયન ટીમનું ફોર્ચ્યુન હોટેલમાં રોકાણ

Spread the love

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે મેચને લઈને શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. વર્લ્ડ કપ પહેલાંની મહત્ત્વની કહી શકાય તેવી સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ રમાનાર છે. ત્યારે આજે 25 તારીખને સોમવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડી રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી ખેલાડીઓ હોટલ તરફ રવાના થયા હતા. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઓસ્ટ્રેલિયા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાણ કરશે. ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે.

ક્રિકેટરોનું ગરબા સાથે કરાયું સ્વાગત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. જેને લઇ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જોકે, મેચના બે દિવસ પહેલાં એટલે કે 25 સપ્ટેમ્બરને સોમવારના રોજ બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓના રોકાણને લઇ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

હોટલને સજાવવામાં આવી
હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. હોટલમાં વિરાટ કોહલીને 801 નંબરનો રૂમ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવ્યા છે. આ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જાકુઝી બાથ, મિટિંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડ પ્રૂફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવામાં આવેલ છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી છે. તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જિમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ
ભારત અને ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીને લઈને રાજકોટમાં તો અત્યારથી જ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનાં સ્વાગત સાથેનાં કટઆઉટ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 10 મેચ રમાઈ ચૂકી છે જેમાં 2 ટેસ્ટ, 5 ટી-20 અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે, ત્યારે આગામી બુધવારના રોજ 11મી આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં યોજાતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


Spread the love

Related posts

 IPL 2024 : CSKની ટોપ 4માંથી બહાર,આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર

Team News Updates

બિપાશા-કરણની દીકરી 10 મહિનાની થઈ ગઈ છે:અભિનેત્રીએ શેર કર્યો ક્યૂટ વીડિયો, દેવીએ તેની ફેવરિટ બન્ની કેક કાપી

Team News Updates

ચેન્નાઈની હાર બાદ રોમાંચક બન્યું પ્લેઓફનું સમીકરણ, ટોપ-4 માંથી ત્રણ ટીમો થઈ શકે છે બહાર

Team News Updates