News Updates
ENTERTAINMENT

ડેડમેનના નામથી પ્રખ્યાત છે ધ અંડરટેકર, જાણો તેની નેટવર્થ

Spread the love

જોન સીનાની જેમ ધ અંડરટેકર પણ કરોડો ફેન્સ ધરાવે છે. પ્રોફેશનલ રેસલર ધ અંડરટેકર વર્ષ 2020માં આધિકારિક રીતે નિવૃત થયો હતો. ડેડમેન તરીકે જાણીતા ધ અંડરટેકરનું સાચુ નામ શું છે તે ઘણા ઓછા લોકો જાણે છે.

ધ અંડરટેકરે પોતાના કરિયરની શરુઆત વર્ષ 1987માં કરી હતી. તેણે Survivor Series 1990થી WWEમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે WrestleManiaમાં સતત 21 મેચ જીતી હતી.

4 વારના WWE ચેમ્પિયન, 3 વારના વર્લ્ડ હૈવીવેટ ચેમ્પિયન, 1 વારના હાર્ડકોર ચેમ્પિયન, 6 વારના WWE વર્લ્ડ ટેગ ટીમ ચેમ્પિયન અને 1 વારના WCW ટેગ ટીમ ચેમ્પિયન ધ અંડરટેકરનું સાચુ નામ માર્ક વિલિયમ છે.

3 પત્નીઓ અને 4 બાળકો ધરાવતા અંડરટેકરની નેટવર્થ 17 મિલિયન એટલે કે 1 અરબ 40 કરોડ રુપિયા છે. તેને WWE તરફથી દર વર્ષ 2.5 મિલિયન એટલે કે 21 કરોડ રુપિયા મળે છે.

6 ફૂટ 10 ઈંચ લાંબા અને 140 કિલો વજન ધરાવતા ધ અંડરટેકર પાસે 3.96 મિલિયન ડોલર કરતા વધારેની સંપત્તિ છે. તે રિયલ એસ્ટેટમાં ઘણુ ઈન્વેસ્ટમેન્ટ કરે છે.

ધ અંડરટેકર કાર, બાઈક્સ અને મોર્ડન સુખ-સુવિધાઓનો શોખીન છે. અંડરટેકર પાસે 4 મોર્ડન બાઈક્સ અને 16 કાર છે.


Spread the love

Related posts

વિરાટ કોહલી સાથે શું થયું? વર્લ્ડ કપ બાદ 17 માંથી માત્ર 4 જ મેચ રમ્યો

Team News Updates

ભારત આજે 200મી T-20 રમશે, વેસ્ટ ઈન્ડિઝ સામે મુકાબલો:યશસ્વી-તિલકને ડેબ્યૂ કેપ મળી શકે છે, અવેશ પાસે પરત ફરવાની તક છે; જુઓ પોસિબલ-11

Team News Updates

રામાનંદ સાગરના પુત્રનો ‘આદિપુરુષ’ પર ભભૂક્યો ગુસ્સો:પ્રેમ સાગરે કહ્યું, ‘ભદ્દા ડાયલોગ્સથી રામાયણનું અપમાન, ક્રિએટિવિટીના નામ પર તો હદ વટાવી દીધી

Team News Updates