News Updates
ENTERTAINMENT

સલમાનની ફિલ્મ ટાઈગર 3નું એડવાન્સ બુકિંગ શરુ, ભાઈજાને કેટરીના કૈફ કરતા 5 ગણી વધારે ફી લીધી

Spread the love

ફિલ્મ ટાઈગર 3 12 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફની સાથે આ વખતે ચાહકો પણ ઈમરાન હાશ્મી માટે ઉત્સાહિત છે, કારણ કે તે આ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળવાનો છે. સૌ કોઈ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તો ચાલો જાણી લો ઈ ફિલ્મ માટે સ્ટાર કાસ્ટે કેટલી ફી લીધી છે. સૌથી વધારે સલમાન ખાને ચાર્જ લીધો છે.

ટાઈગર અને જોયાને ફરી એકવાર મોટા પડાદા પર જોવા માટે ચાહકો આતુર છે.ચાહકોની આ રાહ 12 નવેમ્બરના રોજ પુરી થશે. સલમાન ખાન ફિલ્મ ટાઈગર 3 દિવાળી પર લઈને આવી રહ્યો છે. જેમાં ફરી એક વખત કેટરિના તેની સાથે જોવા મળશે. આ ફિલ્મને રિલીઝ થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર સલમાન ખાને આ ફિલ્મ માટે 100 કરોડનો ચાર્જ લીધો છે.ટાઇગર 3 એ સલમાન ખાનની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આવી સ્થિતિમાં ફિલ્મના બજેટ અને સ્ટારકાસ્ટને લઈને ચર્ચાઓ ખુબ જોવા મળી રહી છે.

કેટરિના કૈફ માટે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે અંદાજે 20 કરોડ રુપિયા આ ફિલ્મમાં કામ કરવા માટે લીધા છે. તમને જણાવી દઈએ કે, કેટરિના દરેક ફિલ્મમાટે 15 થી 20 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.

વિલનના પાત્રમાં જોવા મળનાર ઈમરાન હાશ્મી માટે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે 2.5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. ટાઈગર 3માં ઈમરાન હાશ્મીને જોવા માટે તેના ચાહકો ખુબ રાહ જોઈ રહ્યા છે.

પઠાણ બાદ ટાઈગર 3માં ધુમ મચાવવા આવી રહેલી રિદ્ધી ડોગરાએ આ ફિલ્મ માટે 30 લાખનો ચાર્જ લીધો છે.

આશુતોષ રાણાએ 60 લાખ રુપિયા ટાઈગર 3ના પાત્ર માટે લીધા છે.

જો આપણા બોલિવુડ સ્ટાર આટલી મસમોટી ફી લેતા હોય તો સાઉથ સુપરસ્ટાર પણ પાછળ રહેતા નથી. સાઉથ અભિનેત્રી રામ્યા કૃષ્ણનને અંદાજે 80 લાખ રુપિયા આ ફિલ્મ માટે લીધા છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મનું બજેટ શાહરુખ ખાનની પઠાણથી પણ વધારે છે. આ ફિલ્મનું બજેટ 300 કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


Spread the love

Related posts

કરીના સાથે રોમેન્ટિક સીન કરવામાં વિજયને પરસેવો વળી ગયો:વિજય વર્માએ કહ્યું, ‘સીન શરૂ થતા જ હું નર્વસ થઈ ગયો, મારા માટે એ સીન શૂટ કરવું ખરેખર મુશ્કેલ હતું’

Team News Updates

જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Team News Updates

પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ:SRH પ્લેઓફમાંથી બહાર, મુંબઈ પાસે પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર આવવાની તક; જાણો IPL ગણીત

Team News Updates