News Updates
BUSINESS

મુકેશ અંબાણીને એક લવરમૂછિયો ધમકી આપતો હતો:તેલંગાણામાંથી 19 વર્ષનો છોકરો અરેસ્ટ; ખોટા નામનો ઉપયોગ કર્યો, ઇ-મેઇલમાં 400 કરોડની ડિમાન્ડ કરેલી

Spread the love

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવા બદલ પોલીસે 19 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. બિઝનેસમેનને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેઇલના સંબંધમાં મુંબઈ પોલીસે આરોપીની તેલંગાણામાંથી ધરપકડ કરી છે. આરોપી યુવકની ઓળખ ગણેશ રમેશ વાનપરધી તરીકે થઈ છે.

એવો આરોપ છે કે વનપરધીએ પોતે શાદાબ ખાનના નામે મેઇલ મોકલ્યો હતો અને પહેલા ઈ-મેલમાં 20 કરોડ રૂપિયાની માગણી કરી હતી, પછી એ ડિમાન્ડ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી હતી અને લગભગ પાંચથી છ ઇ-મેઇલ મોકલ્યા હતા. અગાઉ બેલ્જિયમમાં ઇ-મેઇલ મોકલવા માટે વપરાતું VPN નેટવર્ક મળી આવ્યું હતું.

પહેલી ધમકી 27 ઓક્ટોબરે મળી હતી
તમને જણાવી દઈએ કે 27 ઓક્ટોબરે એશિયાની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપનીના ઓફિશિયલ ઈ-મેઇલ આઈડી પર પહેલો ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. ધમકી આપનારી વ્યક્તિએ કહ્યું હતું કે જો તેને 20 કરોડ રૂપિયા નહીં મળે તો તે મુકેશ અંબાણીને જાનથી મારી નાખશે. આ પછી બીજા જ દિવસે એટલે કે 28મી ઓક્ટોબરે ફરી એક ધમકીભર્યો ઈ-મેઇલ આવ્યો, પરંતુ આ વખતે એ રકમ સીધી 200 કરોડ રૂપિયા થઈ ગઈ. બીજા મેઈલના ત્રણ દિવસ પછી એટલે કે 30 ઓક્ટોબરે ત્રીજો મેઈલ આવ્યો, જેમાં ખંડણીની રકમ સીધી 400 કરોડ રૂપિયા થઈ ગઈ. આવા કિસ્સાઓ સતત સામે આવ્યા બાદ પોલીસ પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી, કારણ કે અગાઉ પણ ઉદ્યોગપતિને આવી ધમકીઓ આપવામાં આવી હતી અને હેડલાઈન્સ બન્યા બાદ મામલાએ અલગ વળાંક લીધો હતો.

પોલીસને મોટો પડકાર
જોકે આ પહેલીવાર નથી, જ્યારે કોઈએ ભારતના આ સૌથી મોટા બિઝનેસ ટાયકૂન પાસેથી ખંડણીની માગણી કરી હોય અથવા પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોય, પરંતુ આ વખતે જે રીતે તેને ધમકી આપનારી વ્યક્તિએ તેમને સતત ધમકી આપી છે. તે ઇ-મેઈલ મોકલતો રહ્યો અને દરેક ઈ-મેઈલ પર ખંડણીનું પ્રમાણ પણ વધતું જતું હતું, જેથી એવું લાગતું હતું કે તે નિર્ભય અને અવિચારી છે. આ વ્યક્તિને ઝડપથી પકડવી પોલીસ માટે પડકાર બની ગયો હતો.

ધમકીમાં લખ્યું હતું કે અમારી પાસે બેસ્ટ શૂટર્સ
27 ઓક્ટોબર, શુક્રવારની સાંજે એક અનામી વ્યક્તિએ મુકેશ અંબાણીની કંપનીના ઈ-મેઇલ આઈડી પર ઈ-મેઇલ મોકલ્યો હતો. આ ધમકી સીધી અંબાણીને ઈ-મેઇલમાં આવી હતી. “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે.” ભારતીય દંડ સંહિતાની કલમ 387 અને 506 (2) હેઠળ નાણાં પડાવી લેવાના પ્રયાસનો કેસ મુકેશ અંબાણીના સુરક્ષા પ્રભારી વતી મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો.

તેલંગાણામાંથી આરોપીની ધરપકડ
એક પછી એક ત્રણ ધમકીભર્યા ઈ-મેઈલ અને દરેક ઈ-મેઇલમાં ખંડણીની રકમ વધવાની આ ગંભીર બાબતને જોતાં મુંબઈ પોલીસે તેની તપાસની ઝડપ વધારી છે. તપાસમાં સામે આવ્યું છે કે મેઈલ મોકલનારી વ્યક્તિનું નામ શાદાબ ખાન છે અને બીજું કે આ મેઈલ યુરોપિયન દેશ બેલ્જિયમથી મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ ઓળખ અસલી છે કે નકલી એ જાણવાનું બાકી હતું. પોલીસે શનિવારે પણ આ વાતનો ખુલાસો કર્યો છે. તપાસમાં તેલંગાણાના એક 19 વર્ષના છોકરાની ધરપકડ કરી.

અગાઉ પણ અંબાણીને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે

  • 10 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ-બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો.
  • 5 ઓક્ટોબર, 2022ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બની ધમકી મળી. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર અજાણી વ્યક્તિનો બે વખત કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પહેલો કોલ લગભગ 1 વાગ્યે આવ્યો હતો અને બીજો કોલ સાંજે 5 વાગ્યે આવ્યો હતો. આ પછી હોસ્પિટલ અને એન્ટિલિયા (મુકેશ અંબાણીના ઘર)ની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
  • 15 ઓગસ્ટ 2022ના રોજ પણ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે ધમકી આપી હતી કે ત્રણ કલાકમાં તેનો આખો પરિવાર નાશ પામશે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

ફેબ્રુઆરી 2021માં એન્ટિલિયા નજીક વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી
ફેબ્રુઆરી 2021માં એન્ટિલિયાની બહારથી વિસ્ફોટક ભરેલી SUV મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક અને એક પત્ર મળી આવ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝેનું નામ સામે આવ્યું હતું. હાલમાં NIA આ કેસની તપાસ કરી રહી છે.


Spread the love

Related posts

6.72 ઇંચ FHD+ ડિસ્પ્લે, 50MP કેમેરા સાથે 5000mAh બેટરી, કિંમત ₹19,999:Oppo A79 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ

Team News Updates

ડુંગળીના વધતા ભાવે લોકોની વધારી ચિંતા ! 6 રાજ્યમાં 70ને પાર પહોચ્યાં ભાવ, જાણો તમારા રાજ્યમાં કિંમત

Team News Updates

એપલની ‘વન્ડરલસ્ટ’ ઇવેન્ટ આજે:કંપની iPhone 15 સિરીઝની સાથે ‘વોચ સિરીઝ 9’ અને ‘અલ્ટ્રા 2 વોચ’ પણ લોન્ચ કરી શકે છે

Team News Updates