ટાટા મોટર્સના EV ડિવિઝન યુનિટ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી (TPEM) એ જગુઆર લેન્ડ રોવર (JLR) સાથે ભાગીદારી માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા મોટર્સની બંને પેટાકંપનીઓ ભાગીદારી હેઠળ ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે ટેક્નોલોજી શેર કરશે.
ઈલેક્ટ્રિક કાર Tata Avinyaને JLRના ઈલેક્ટ્રીફાઈડ મોડ્યુલર આર્કિટેક્ચર (EMA) પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવશે. જેનું કોન્સેપ્ટ મોડલ આ વર્ષે ઓટો એક્સપો-2023માં રજૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય બંને કંપનીઓ ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે એન્જિનિયરિંગ સર્વિસ એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કરશે. ટાટા મોટર્સના ગ્રુપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) પીબી બાલાજીએ આ માહિતી આપી હતી.
અવિન્યાને શરૂઆતમાં યુકેમાં બનાવવામાં આવશે
તેમણે કહ્યું કે આ ટાટા મોટર્સની સ્કેટબોર્ડ EV અથવા થર્ડ જનરેશન પ્રોડક્ટમાં રૂપાંતરિત કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. બાલાજીએ કહ્યું કે જ્યારે અમે પ્યોર ઈલેક્ટ્રિક વાહન માટે પ્લેટફોર્મ શોધ્યું ત્યારે JLR આર્કિટેક્ચર અવિન્યા માટે યોગ્ય હતું. EMA પ્લેટફોર્મ પર આધારિત વાહનોની પ્રથમ બેચ 2024ના અંતથી ઉત્પાદનમાં જશે. શરૂઆતમાં તેનું ઉત્પાદન UKમાં JLRના હેલવુડ પ્લાન્ટમાં કરવામાં આવશે.
Tata Avinya 2025 માં વૈશ્વિક બજારમાં પ્રવેશ કરશે
જગુઆર લેન્ડ રોવરે ઈલેક્ટ્રીફાઈડ મોડ્યુલર આર્કિટેક્ચર (EMA) પ્લેટફોર્મ વિકસાવ્યું છે. ટાટા અવિન્યા આ પ્લેટફોર્મ પર વિકસિત થવા સાથે આ કંપની 2025થી મધ્યમ કદના ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરશે. આ પ્લેટફોર્મને ખાસ કરીને શુદ્ધ ઇલેક્ટ્રિક વાહનો બનાવવા માટે બનાવવામાં આવ્યું છે.
જેમાં વધુમાં વધુ કેબિન સ્પેસ, મોટી બેટરી પેક, પાવર મેનેજમેન્ટ સિસ્ટમ અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બધી બાબતોને કારણે તેની ડ્રાઇવિંગ રેન્જ ઘણી સારી હશે અને તેનું પરફોર્મન્સ પણ ઘણું સારું રહેશે.
EMA પ્લેટફોર્મ પર બનેલ હોવાથી અવિન્યા લેવલ 2+ ઓટોનોમસ ડ્રાઇવિંગ સિસ્ટમ, ઓવર-ધ-એર સોફ્ટવેર અપડેટ્સ અને ઓવર-ધ-એર ફીચર અપડેટ્સને પણ સપોર્ટ કરશે. EMA પ્લેટફોર્મ પર અવિન્યા કારને ડેવલપ કરવાથી ટાટા મોટર્સનો ઘણો સમય અને પૈસાની બચત થશે.
500 કિમીથી વધુની રેન્જ અને અપેક્ષિત કિંમત ₹30 લાખ
ટાટા અવિન્યા કોન્સેપ્ટને સૌપ્રથમવાર 2022માં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી, આ વર્ષે દિલ્હીમાં આયોજિત ઓટો એક્સપોમાં પણ EVનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટાટાના જણાવ્યા અનુસાર, ફુલ ચાર્જ પર તેની રેન્જ 500 કિમીથી વધુ હશે અને તે અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે, જેથી તે માત્ર 30 મિનિટના ચાર્જમાં 500 કિમીની મુસાફરી કરી શકશે. Avinya ઇલેક્ટ્રિક કારની કિંમત 30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની આસપાસ રાખી શકાય છે.