સૌ કોઇના હૈયે વસેલા અને હોઠે ચડેલા ‘ગોતીલો’ ગીતથી ધૂમ મચાવનારા ગાયક આદિત્ય ગઢવીએ પણ પીએમ નરેન્દ્ર મોદીની આ ખૂબીને સૌથી અલગ ગણાવી છે. આદિત્ય ગઢવીએ નરેન્દ્ર મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા. મોદીજીએ ગુજરાતીમાં પૂછ્યું, “દીકરા, કેમ છો?” તમે ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે અને ભણેશ કે નહીં?
દેશ અને વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકપ્રિયતા અને લોકચાહનાના આમ તો અનેક કારણો છે. પરંતુ તે પૈકી મહત્વનું કારણ છે પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો સ્નેહ અને લાગણી, જે તેમને અન્ય તમામ નેતાઓથી અલગ પાડે છે.
સૌ કોઇના હૈયે વસેલા અને હોઠે ચડેલા ‘ગોતીલો’ ગીતથી ધૂમ મચાવનારા ગાયક આદિત્ય ગઢવીએ પણ પીએમ નરેન્દ્ર મોદીની આ ખૂબીને સૌથી અલગ ગણાવી છે. આદિત્ય ગઢવીએ નરેન્દ્ર મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા.
હું ઘણા રિયાલિટી શોમાં ભાગ લેતો હતો: ગઢવી
આદિત્ય ગઢવીએ જણાવ્યું કે વર્ષ 2014માં એક કાર્યક્રમ દરમિયાન તે પ્રથમ વખત ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હું લગભગ 18-19 વર્ષનો હતો. “મને ગાવાનો શોખ હતો, તેથી હું ઘણા રિયાલિટી શોમાં ભાગ લેતો હતો.
આદિત્ય કહે છે કે તેઓ જાણતા હતા કે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી છે, પરંતુ તેઓ તેમને ક્યારેય મળ્યા ન હતા અને પછી તેઓ એક કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા. આદિત્યએ કહ્યું, અમારો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, મોદીજી આવ્યા. જે રીતે તે આવે છે, તાળીઓના ગડગડાટ, મોદી-મોદીના નારા, આ બધું થયું હતું. કાર્યક્રમ પૂરો થતા જ મારા પિતાએ કહ્યું કે તમારે મોદીજીને મળવું છે ?.
આદિત્ય આગળ જણાવે છે કે તે વિચારી રહ્યો હતો કે જ્યારે તે તેમને(મોદી) મળશે ત્યારે તેણે પોતાનો પરિચય આપવો પડશે, પરંતુ જ્યારે તે મોદીને મળ્યો ત્યારે મોદીજીએ મને ઓળખી લીધો અને હાથ લંબાવ્યો અને ગુજરાતીમાં પૂછ્યું, “દીકરા, કેમ છો?” તમે ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે અને ભણેશ કે નહીં?
આદિત્ય ગઢવીએ પીએમ મોદીની દેશના વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધાને સૌ કોઇ માટે પ્રેરણાદાયી ગણાવી. સાથે જ હાલમાં વાયરલ થયેલું ‘ગોતીલો’ ગીત પણ PM મોદીને સમર્પિત કર્યું હતું.