Elon Musk બરાબર 6 વર્ષ પહેલા 2018માં Tesla Carને અવકાશમાં મોકલી હતી. આ કાર સાથે એક ડ્રાઈવર પણ ગયો હતો, જેને ફાલ્કન હેવી રોકેટની મદદથી અવકાશમાં મોકલવામાં આવી હતી, હવે સવાલ એ છે કે ડ્રાઈવર કોણ હતો અને 6 વર્ષ બાદ આ ટેસ્લા કાર અવકાશમાં ક્યાં છે અને શું કરી રહી છે?
Elon Musk હંમેશા એક યા બીજી રીતે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. શું તમે જાણો છો કે બરાબર 6 વર્ષ પહેલા, 6 ફેબ્રુઆરી 2018ના રોજ, એલોન મસ્કએ ફાલ્કન હેવી રોકેટનો ઉપયોગ કરીને ટેસ્લા કાર અવકાશમાં મોકલી હતી? આ ટેસ્લા કારની સાથે કંપનીના એક ડ્રાઈવરને પણ ડ્રાઈવિંગ સીટ પર બેસાડીને મોકલવામાં આવ્યો હતો. આ ડ્રાઈવર કોણ હતો અને શું આ ડ્રાઈવર પણ છેલ્લા 6 વર્ષથી કાર લઈને અવકાશમાં ફરતો રહે છે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કારની સાથે આવેલો ડ્રાઈવર કોઈ માણસ નહીં પરંતુ એક ડમી હતો જેને સ્પેસ સૂટ પહેરાવીને મોલવામાં આવ્યો હતો. આ ડમીનું નામ સ્ટારમેન હતું, આ Tesla Carને અવકાશમાં મોકલતા પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે આ કારને મંગળની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ કાર આજે ક્યાં છે તેનો સચોટ અંદાજ લગાવવો થોડો મુશ્કેલ છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈલોન મસ્કની આ ટેસ્લા કાર ખોટી દિશામાં વળી ગઈ હતી અને આ કાર સૂર્યની આસપાસ ફરે છે.
અવકાશમાં મોકલેલી એલોન મસ્કની આ અંગત કારનું નામ ટેસ્લા રોડસ્ટર હતું. એવું કહેવાય છે કે એક સમયે એલોન મસ્ક આ કારને ઓફિસે લઈ જતા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ કાર રોકેટથી અલગ થઈ ત્યારથી સૂર્યની આસપાસ ફરે છે, એટલું જ નહીં, આ કાર અત્યાર સુધીમાં સૂર્યની આસપાસ 3 પરિક્રમા કરી ચૂકી છે.
શું એલોન મસ્કનું ટેસ્લા રોડસ્ટર ક્યારેય અવકાશમાંથી પાછું આવશે? આ સવાલ ઘણા લોકોના મનમાં ઘૂમી રહ્યો છે, તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઈલોન મસ્ક પાસે આ વાહનને પૃથ્વી પર પાછા લાવવાની કોઈ યોજના નથી.
આ તમામ માહિતી અહેવાલો પર આધારિત છે કારણ કે વાહનને ટ્રેક કરી શકાતું નથી, કારણ કે આ કામમાં ઘણો ખર્ચ થશે. જો રિપોર્ટ્સનું માનીએ તો, અવકાશમાં મુસાફરી કરી રહેલી ટેસ્લા કંપનીની આ કાર 2091માં પૃથ્વીની નજીકથી પસાર થશે. આ કાર પૃથ્વી પર પાછી આવશે કે નહીં, આ સવાલનો જવાબ સમય જ આપશે.
જો આપણે ટેસ્લા કંપનીની આ Electric Sports Car ના કેટલાક મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો આ કાર એક વખત ફુલ ચાર્જ થવા પર 620mi (લગભગ 997 કિલોમીટર) સુધીનું અંતર કાપી શકે છે. આ સિવાય ટેસ્લા રોડસ્ટર માત્ર 1.9 સેકન્ડમાં 0 થી 60 સુધીની ઝડપ પકડી લે છે, જ્યારે આ કાર 0 થી 100 સુધીની ઝડપ મેળવવામાં 4.2 સેકન્ડનો સમય લે છે.
આ કારમાં ચાર લોકો માટે બેસવાની જગ્યા છે, કંપનીની ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી માહિતીથી જાણવા મળ્યું છે કે જો કોઈ ટેસ્લા કંપનીની આ કારને બુક કરાવવા માંગે છે તો તેની રિઝર્વેશન કિંમત 50 હજાર ડોલર (લગભગ 41 લાખ 68 હજાર 627 રૂપિયા) ચૂકવવાના રહેશે. આ કારમાં ગ્રાહકોને કાચની છત મળે છે અને આ કારની ટોપ સ્પીડ કોઈ સ્પોર્ટ્સ કારથી ઓછી નથી.