ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિરાટે 10મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા આ પ્રવાસની પ્રથમ 6 મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.જાણો શું છે કારણ
ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરુ થઈ રહ્યો છે. આ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. તે છે વિરાટ કોહલીને લઈને જેમણે આ પ્રવાસ પર ટી 20 ઈન્ટરનેશનલ અને વન ડે રમવાની ના પાડી દીધી છે. રિપોર્ટ છે કે, વિરાટ કોહલીએ પોતાના આ નિર્ણય વિશે બીસીસીઆઈને પણ જણાવ્યું છે, તમને જણાવી દઈએ કે, ભારતને સાઉથ આફ્રિકા પ્રવાસ પર કુલ 8 મેચ રમવાની છે જેમાં 3 20 અને 3 વનડે સિવાય 2 ટેસ્ટ મેચ હશે.
વિરાટે વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લીધો
હજુ સ્પષ્ટ થયું નથી કે, વિરાટ કોહલી સાઉથ આફ્રિકા પ્રવાસ પર વનડે અને ટી 20 નહિ રમશે. તેની પાછળનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લીધો છે. પરંતુ શું તે ટેસ્ટ સિરીઝમાં રમશે? આ સવાલ પર હજુ સસ્પેન્સ બાકી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ વિરાટ સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમાનારી 2 ટેસ્ટ મેચ રમી શકે છે.