News Updates
ENTERTAINMENT

કોણ છે દિવ્યા જેના માટે મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ છોડી ઘરે પહોંચ્યો, જુઓ ફોટો

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમાર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમને જીતાડી છે.

મુકેશ કુમાર લગ્ન માટે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલીT20 ટૂર્નામેન્ટમાં ત્રીજી મેચ રમ્યો નહોતો. મુકેશના મિત્રોના જણાવ્યા અનુસાર, ક્રિકેટરના લગ્નમાં ભારતીય ટીમના ઘણા ક્રિકેટરો અને સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. મુકેશ કુમારના બાળપણના ક્રિકેટર મિત્રોઓ પણ મુકેશના લગ્નમાં પહોંચ્યા હતા.

દિવ્યા અને મુકેશે એકબીજાને વર માળા પહેરાવી અને સાત ફેરા લીધા અને કાયમ માટે એકબીજા બની ગયા છે.મુકેશ ઘોડી પર સવાર થઈને નાચતો ગાચતો રિસોર્ટ પહોંચ્યો હતો. આ પછી લગ્નની તમામ વિધિઓ થઈ હતી.

ક્રિકેટર મુકેશ અને દિવ્યાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મુકેશ કુમારના ભાઈ-બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. મુકેશ કુમાર તેના પરિવારમાં સૌથી નાનો છે. તેનો એક ભાઈ ખેડુત છે અને એક ભાઈ પ્રાઈવેટ નોકરી કરે છે.

મુકેશ કુમારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ટી 20 સિરીઝમાં શાનદાર બોલિંગ કરી છે. સિરીઝની 2 મેચ બાદ લગ્ન કર્યા છે. ત્રીજી ટી 20 મેચમાં મુકેશ કુમાર લગ્નના કારણે સામેલ થયો ન હતો.


Spread the love

Related posts

IND Vs AUS પહેલી વન-ડે:લાબુશેન ખરાબ રીતે આઉટ થયો, અશ્વિનને પહેલી સફળતા

Team News Updates

IND vs BAN:45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 189 રન બનાવ્યા,  યશસ્વી જયસ્વાલે શ્રેણીમાં સૌથી વધુ

Team News Updates

રાંચીમાં ભારતની જીતનો હીરો બન્યો ધ્રુવ જુરેલ, ચાહકો કહી રહ્યા છે Next ધોની

Team News Updates