News Updates
RAJKOT

રાજકોટમાં 20 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂકાવી, બદનામી થવાની બીકે પુત્રએ આપઘાત કર્યાની પિતાએ શખસ સામે ફરિયાદ નોંધાવી

Spread the love

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખાંભા ગામે રહેતો 20 વર્ષિય નેહિલ શૈલેષભાઈ સખીયા નામના યુવાનો ગઈ તારીખ 25મી નવેમ્બર 2023ના રોજ તેના કોઠારીયા પાસે આવેલા હરિઓમ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ખોડલ નામના કારખાને હતો, ત્યારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં તાલુકા પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે. યુવકને મરવા મજબૂર કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો
ફરિયાદી શૈલેષભાઇ સખીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઠારીયા હરીઓમ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા ખોડલ નામનુ કારખાનુ ધરાવું છું. મારો 20 વર્ષિય મોટો દીકરો નેહીલ વાવડી ઈન્ડસ્ટ્રીઝમાં શિવમ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મારા નાના ભાઈ જગદીશભાઈ સાથે ભાગીદારીમાં છેલ્લા 4 મહીનાથી ધંધો કરતો હતો. ગત તારીખ 25મી નવેમ્બર 2023ના રોજ હું કારખાને હતો, ત્યારે સાંજના આશરે 4 વાગ્યાની આસપાસ મારા ભાઈ જગદીશનો મને ફોન આવ્યો અને ફોનમાં કહ્યું કે, જલ્દી નેહીલના કારખાને આવો જેથી હું અને મારા બનેવી ચંદુભાઇ સાથે તાત્કાલિક મારા કારખાનેથી નીકળી નેહીલના કારખાને ગયા હતા.

કારખાનાના ઉપરના રૂમમાં આત્મહત્યા કરી
મારા ભાઈ જગદીશભાઈ હાજર હતા અને તેણે કહ્યું કે, હું, અમારા મજુર પખુભાઇ અને મનીષભાઇ કારખાને હાજર હતા. નેહિલ કારખાનાના ઉપરના રૂમમા હતો, ત્યારે કારખાનાના વેપારી માલની લેતી દેતી બાબતે કલ્પેશભાઇ મળવા આવ્યા અને કહ્યું કે, નેહીલ ક્યા છે, ત્યારે મનીષભાઇએ કહ્યું કે નેહીલ ઉપરના રૂમમાં છે, ત્યારે કલ્પેશભાઇ ઉપર જઈ જોતા ઉપરના રૂમનું શટર બંધ હતું. જેથી બારીમાંથી જોતા નેહિલ દોરી વડે પંખામા લટકતો જોતા તુરંત અમને જાણ કરી જેથી મે તમને બોલાવ્યા છે.

દોરી કાપીને યુવકને નીચે ઉતાર્યો
હું, જગદિશભાઇ, કલ્પેશભાઇ, ચંદુભાઇ અને બંને મજુરો ઉપર આવી શટર ખોલતા નેહીલ દોરી વડે પંખામા લટકતો હતો. જેથી મેં અને મારી સાથે આવેલા બધા મળીને નેહીલને દોરી કાપી નીચે ઉતાર્યો હતો. જગદિશભાઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108ના સ્ટાફે નેહીલને તપાસી મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું યુવકે
ત્યારબાદ પુત્ર નેહીલનો મોબાઇલ ફોનમાં રહેલો વીડીયો ક્લીપ જોતા તેમા નેહીલ બોલે છે કે “હુ નેહીલ સખીયા આખા ગામને જણાવવા માંગુ છું કે હરેશ સાગઠીયા મારી ઉપર જેમ આવે એમ બોલ્યો છે. જેમ આવે એમ મારા ફોટા અને મારા મમ્મી પપ્પાના ફોટાને ઇ બધું ગામના ગ્રુપમા મૂકે છે એના ફેસબુકમાં મુયકા છે અને ગામમાં બધાયને કેટલાયની ઘરે જઈને પૈસાની ખોટી વાતો કરે છે. આવુ મારી ઉપર કરે છે અને હવે હું આત્મહત્યા કરવા જાવુ છું હવે બધું હરેશ સાગઠીયા ઉપર આ વીડિયો પોલીસને મોકલજો અને બધાયને મોકલજો”

બદનામીના બીકે યુવકે જીવન ટૂકાવ્યું
વીડિયોમાં નેહીલને મરવા મજબૂર કરતો વીડિયો હોય જે જોઇ અને અત્રે રજુ કરી અમો આ અમારા પુત્ર નેહીલની અંતિમવિધિ પુરી કરી આજરોજ હરેશ સાગઠીયા વિરૂધ્ધમાં ફરિયાદ કરવા આવ્યા છીએ. હરેશ સાગઠીયાએ મારા પુત્રના તેમજ અમો બન્ને પતિ પત્નિના ફોટા ફેસબુકમાં મુકવા, પૈસા બાબતેની ખોટી વાતો ગામમાં કરી અને નેહીલને બદનામ કરતો હોય જેથી મારા પુત્ર નેહીલ આ બદનામીની બીકે મારા ભાઈ જગદિશભાઇના કારખાને ઉપરના રૂમમાં જઈ પોતાની જાતેથી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે. માટે હરેશ સાગઠીયા વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરિયાદ છે.


Spread the love

Related posts

શ્રી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા કેન્સર જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

Team News Updates

RAJKOTમાં SHIMLA અને MANAL જેવો માહોલ, રોડ રસ્તા પર બરફની ચાદર જોવા મળી

Team News Updates

‘સલામત સવારી, બસ સ્ટેન્ડ પર જ ભારી’:’રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નં.8 પર ઊભી રહેશે’નું એનાઉન્સમેન્ટ પૂરું થયું ને બસ સીધી બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં ઘૂસી; 20 લોકો માંડ માંડ બચ્યા

Team News Updates