News Updates
RAJKOT

 નવી 100 CNG બસો મળશે, તબક્કાવાર જૂનીનાં સ્થાને નવી બસો મુકાશે,રાજકોટને આવતા મહિનાથી નવી બસો મળશે

Spread the love

રાજકોટ મનપા દ્વારા શહેરમાં સિટી બસ દોડાવવામાં આવી રહી છે. જેમાં 52 બસ ડીઝલ સંચાલીત હોય પ્રદૂષણમાં વધારો કરી રહી છે. આથી સરકાર પાસે ઈલેક્ટ્રિક અને સીએનજી બસની માગ કરવામાં આવી હતી. જેને લઈ સરકાર દ્વારા હાલ 100 CNG બસ આપવામાં આવનાર છે. આગામી માસથી તબક્કાવાર નવી બસો આવતા જૂની ધૂમાડા ઓકતી ડીઝલ બસો નોનયુઝ કરાશે. તેમજ જરૂરિયાત મુજબનાં નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે.

મ્યુનિ. કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ, આગામી માસથી તબક્કાવાર પ્રધાનમંત્રી યોજના અંતર્ગત 100 CNG બસ ફાળવવામાં આવશે. જૂલાઈ માસ સુધીમાં તમામ બસો આવી જશે. શહેરમાં દોડતી ડીઝલ બસના સ્થાને CNG બસ દોડાવવા સરકાર પાસે બસ માગવામાં આવી હતી. જે મંજૂર થઈ જતાં આવતા મહિનાની શરૂઆતમાં પ્રથમ 25 CNG બસ તેમજ બાદમાં તબક્કાવાર વધારાની 75 બસ આવશે. જેને લઈને ટૂંક સમયમાં તમામ 52 ડીઝલ બસ સામે સીએનજી બસ મુકવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ બીઆરટીએસ રૂટ ઉપર અને શહેરના અન્ય રૂટ ઉપર 75 ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે. પ્રદૂષણની માત્રા ઓછી કરવા તમામ સિટી બસ સીએનજી અને ઈલેક્ટ્રિક સંચાલીત કરવામાં આવશે. હાલમાં દોડતી 200 ઉપરાંત વધારાની જે બસ આવશે તેના માટે જે વિસ્તારોમાંથી સિટી બસની ડિમાન્ડ કરવામાં આવી છે. તેવા વિસ્તારોને પ્રાયોરિટી આપી નવા રૂટ શરૂ કરવામાં આવશે. જેના લીધે જુલાઈ માસ સુધીમાં સિટી બસ સેવા સંપૂર્ણપણે ડીઝલ બસોથી મુક્ત થઈ જશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી યોજના હેઠળ 100 ઈલેક્ટ્રિક બસ પણ મહાનગરપાલિકાને ફાળવવામાં આવનાર છે. જોકે, તેમાં હજુ સમય લાગશે.

પ્રથમ 25 સીએનજી બસ આવશે જે ડિઝલ બસ સામે મુકાશે. ત્યારબાદ વધુ 30 સીએનજી બસને પણ જૂની બસના સ્થાને મુકવામાં આવશે. સીએનજી બસના ફ્યુલ માટે શહેરમાં અનેક જગ્યાએ પંપ કાર્યરત છે. તેથી ઈલેક્ટ્રિક બસ કરતા સીએનજી બસને ફ્યુલચાર્જ માટે ઓછો સમય લાગશે. સરકાર દ્વારા આ તમામ બસ ફાળવવામાં આવે ત્યારબાદ અમુક બસ સ્પેરમાં રાખવામાં આવશે. જે જરૂર પડ્યે નવા રૂટ અથવા જે રૂટ બસ રિપેરિંગના કારણે બંધ થયા હોય ત્યાં દોડાવવામાં આવશે.


Spread the love

Related posts

રાજકોટની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7480 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Team News Updates

3 પ્રવાસી પરિવારે 20.40 લાખ ગુમાવ્યા:રાજકોટમાં સ્માઈલ હોલિડેઝના સંચાલકો સિંગાપોર, મલેશિયાની ટ્રીપને નામે મુસાફરોના નાણાં ઓળવી રફુચક્કર, છેતરપિંડીની રાવ

Team News Updates

ચંદ્રયાન-3ની ઐતિહાસિક ક્ષણ પેઇન્ટિંગમાં કંડારી:રાજકોટના ચિત્રનગરીના 10 કલાકારોની સતત પાંચ કલાકની મહેતન, ચંદ્રયાનની અલગ અલગ 4 તસવીરો સાથે ચિત્રો તૈયાર કર્યા

Team News Updates