મિની ઓક્શનમાં ઓછી વખત એવું જોવા મળે કે, કોઈ ભારતીય ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવે. મોટાભાગના ભારતીય ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી રિટેન કરી લે છે પરંતુ આ વર્ષે થનારા ઓક્શનમાં એક એવો પણ ભારતીય ખેલાડી છે જેના પર પૈસાનો વરસાદ થઈ શકે છે. ભારતીય ખેલાડી પર કેટલીક ટીમોની નજર પણ છે.
બોલિવુડ સ્ટાર કિંગ ખાન શાહરુખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સે ઓક્શન પહેલા જ પોતાનો ઓલરાઉન્ડર ખેલાડ઼ી શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યો છે. શાર્દુલ ઠાકુરે કોલકત્તાને ગત્ત સીઝનમાં દિલ્હી કેપિટલ્સે 10 કરોડ 75 લાખ રુપિયામાં ટ્રેડ કર્યો હતો. શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યાની સાથે જ કોલકત્તાએ પોતાના કેટલાક અન્ય ખેલાડીઓને પણ રિલીઝ કર્યા છે.
શાર્દુલ ઠાકુરનું આઈપીએલમાં શાનદાર પ્રદર્શન જોવા મળતું હોય છે. તે એક ઓલરાઉન્ડર ખેલાડી છે. છેલ્લી બે સિઝનમાં શાર્દુલ ઠાકુર માટે કાંઈ ખાસ ન હતુ. પરંતુ તેમ છતાં તે ઓક્શન ટેબલ પર મોંઘો સાબિત થઈ શકે છે.
શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર શરુ કરાવવામાં ઘોનીનો મોટો હાથ છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. શાર્દુલે ચેન્નાઈ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.