મેરેજ ઈન્ડસ્ટ્રીઝથી જોડાયેલા જાણકારો પણ માને છે કે લોકોની વચ્ચે ઘરથી દુર જઈને સુંદર જગ્યા પર જઈને લગ્ન કરવાનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે. વેડિંગ પ્લાનર વેડિંગસુત્ર.કોમના સીઈઓ પ્રથીપ ત્યાગરાજન મુજબ 10 ટકા હાઈ નેટવર્થવાળા વ્યક્તિઓ ડેસ્ટિનેશન વેડિંગ પસંદ કરે છે અને ઘણા ઓછા લોકો છે, જે વિદેશમાં જઈને લગ્ન કરી રહ્યા છે.
દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે દેશભરમાં 38 લાખ લગ્ન યોજાશે. ત્યારે દરેક લોકોનું સપનું હોય છે કે તે પોતાના જીવનસાથી સાથે દેશમાં હોય કે વિદેશમાં કોઈ સુંદર જગ્યા પર લગ્નના બંધનમાં બંધાય જેનાથી તે પળને તેઓ જીવનભર માટે યાદગાર બનાવી શકે. હવે તેની વચ્ચે ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેજ પણ લોકોની વચ્ચે વધી રહ્યો છે. ઘણા લોકો પોતાના શહેરમાં જ લગ્ન કરી રહ્યા છે તો ઘણા શહેરની બહાર જઈને ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. આ પ્રકારના લગ્નમાં સામાન્ય લગ્ન કરતા વધારે ખર્ચ થાય છે. ડેસ્ટિનેશન વેડિંગના નામ પર લોકો આ વખતે લગ્ન પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
આ ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે વડાપ્રધાન મોદીએ પણ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત પર તેની ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલમાં કેટલાક પરિવારો વિદેશમાં જઈને લગ્ન કરી રહ્યા છે, શું આ જરૂરી છે?
મેરેજ ઈન્ડસ્ટ્રીઝથી જોડાયેલા જાણકારો પણ માને છે કે લોકોની વચ્ચે ઘરથી દુર જઈને સુંદર જગ્યા પર જઈને લગ્ન કરવાનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે. વેડિંગ પ્લાનર વેડિંગસુત્ર.કોમના સીઈઓ પ્રથીપ ત્યાગરાજન મુજબ 10 ટકા હાઈ નેટવર્થવાળા વ્યક્તિઓ ડેસ્ટિનેશન વેડિંગ પસંદ કરે છે અને ઘણા ઓછા લોકો છે, જે વિદેશમાં જઈને લગ્ન કરી રહ્યા છે. મોટાભાગના લગ્ન રાજસ્થાન, ગોવા, મહાબલીપુરમ, કેરળ અને મુંબઈ, દિલ્હીની આસપાસ વેડિંગ હોટસ્પોટ માનવામાં આવતી જગ્યાઓ પર થઈ રહ્યા છે. ત્યારે 10 ટકા લોકો જ એવા છે, જે વિદેશમાં જઈને લગ્ન કરી રહ્યા છે.
કરોડો રૂપિયાનો થાય છે ખર્ચ
ઓનલાઈન વેડિંગ વેન્ડર ડાયરેક્ટ્રીએ 2021 અને 2022ના પોતાના રિપોર્ટમાં કહ્યું એવરેજ 10થી 15 લાખ રૂપિયા વધારે લગ્નમાં ખર્ચ વધ્યો છે. આ વર્ષે એવરેજ 18 લાખ રૂપિયા ખર્ચ રહેવાનો છે. અનામ જુબૈર મુજબ આ વર્ષે દેશમાં ટોપ ડેસ્ટિનેશન દેહરાદૂન, ગોવા અને જયપુર છે. ડેસ્ટિનેશન વેડિંગ પર લોકો 20 લાખ રૂપિયાથી લઈને કરોડો રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે.
લગ્નના કારણે ઘણા લોકોને મળે છે રોજગાર
કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલ મુજબ દર વર્ષે 5000 જેટલા લગ્ન વિદેશમાં થઈ રહ્યા છે, જેની પર લગભગ 50000 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. આ વર્ષે દેશમાં 38 લાખ લગ્ન થવાનું અનુમાન છે, જેમાં 4.7 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે. ત્યારે જો ડેસ્ટીનેશન વેડિંગ ભારતમાં જ થાય છે તો તેનાથી લગ્નમાં થતાં ખર્ચ ભારતમાં જ થશે. તેનાથી દેશના બિઝનેસ અને અર્થવ્યવસ્થાને ફાયદો થશે. લોકોને સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારની રોજગારી મળશે.
આ છે હોટ વેડિંગ ડેસ્ટિનેશન
વિદેશોમાં દુબઈ, મસ્કટ, સિંગાપુર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, માલ્ટા અને મલેશિયામાં સૌથી વધારે ડેસ્ટીનેશન વેડિંગ થઈ રહ્યા છે. ભારતમાં સૌથી વધારે લગ્ન રાજસ્થાન, ગોવા, મહાબલીપુરમ, કેરળ, શિરડી, નાસિક, દ્વારકા, સુરત, વડોદરા, નાગપુર, ઓરછા, ગ્વાલિયર, ઉદયપુર, જેસલમેર, પુષ્કર, જયપુર અને મુંબઈ દિલ્હીની આસપાસ વેડિંગ હોટસ્પોટ માનવામાં આવતી જગ્યાઓ પર થઈ રહ્યા છે. ત્યારે વારાણસી, મથુરા અને વૃંદાવન પણ હોટ વેડિંગ ડેસ્ટિનેશન બની રહ્યા છે.
આ સેલેબ્રિટીએ પણ કર્યા છે ડેસ્ટિનેશન વેડિંગ
તાજેત્તરમાં જ વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને દીપિકા પાદુકોણ-રણવીર સિંહે ઈટલીમાં લગ્ન કર્યા, જ્યારે કિયારા અડવાણી- સિદ્ઘાર્થ મલ્હોત્રા અને કેટરીના કેફ-વિક્કી કૌશલે રાજસ્થાનમાં જ લગ્ન કર્યા. કિયારા-સિદ્ધાર્થના ડેસ્ટીનેશન વેડિંગ સવાઈ માધોપુરમાં બારવારા ફોર્ટમાં થયા, જ્યારે કેટરીના કેફ-વિક્કી કૌશલના લગ્ન જેસલમેરના સૂર્યાગઢ પેલેસમાં થયા.