News Updates
ENTERTAINMENT

લગ્ન વગર ત્રીજી વખત પિતા બન્યો વિરાટ કોહલીનો ખાસ મિત્ર, ફોટો પોસ્ટ કરી લક્ષ્મીનું સ્વાગત કર્યું

Spread the love

ન્યુઝીલેન્ડનો દિગ્ગજ ક્રિકેટર કેન વિલિયમસન ત્રીજી વખત પિતા બન્યો છે. તેની પાર્ટનર સારા રહીમે પુત્રીને જન્મ આપ્યો છે. આ પહેલા બંન્ને એક પુત્ર અને પુત્રીના પિતા હતા. તેમના પરિવારમાં વધુ એક સભ્ય આવ્યું છે.

કેન વિલિયમસને ઈન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રી અને પત્નીનો ફોટો શેર કરતા લખ્યું હવે 3 થયા. આ સુંદર છોકરીનું આ દુનિયામાં સ્વાગત છે. કેન વિલિયમસન અને સારા રહીમે લગ્ન કર્યા નથી પરંતુ બંન્ને અંદાજે 9 વર્ષથી રિલેશનશીપમાં છે. બંન્ને 3 બાળકોના માતા-પિતા થયા છે તેમ છતાં બંન્ને લગ્ન કર્યા નથી. આ કારણે કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝનો ભાગ હતો નહિ.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરુવાર 29 ફેબ્રુઆરીથી રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં રમતો જોવા મળી શકે છે.કેન વિલિયમસને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને 2 સદી ફટકારી હતી.

કેન વિલિયમસન પહેલાથી જ 2 બાળકોનો પિતા છે. જેને એક પુત્ર અને એક પુત્રી છે. હવે તેનો પરિવાર મોટો થયો છે. તેના ઘરમાં વધુ એક લક્ષ્મી આવી છે. હવે પરિવારમાં 2 પુત્રી અને 1 પુત્ર છે.

કેન વિલિયમસન અને વિરાટ કોહલી વચ્ચેની મિત્રતા જગ જાહેર છે. બંને અંડર-19 ક્રિકેટના દિવસોથી મિત્રો છે. મેદાનની બહાર બંને વચ્ચેનું બોન્ડિંગ સ્પષ્ટ છે. હવે અંગત જીવનમાં પણ આ સ્ટાર ક્રિકેટર્સના ઘરે લગભગ એક જ સમયે સારા સમાચાર આવ્યા છે.

ન્યુઝીલેન્ડની ટીમના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન ત્રીજી વખત પિતા બન્યો છે. તેની પત્ની સારા રહીમે એક પુત્રીને જન્મ આપ્યો છે. આ વિશેની જાણકારી ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે.આ મહિને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. મોટી પુત્રી વામિકાના જન્મ પછી, આ પાવર કપલ હવે એક પુત્રના માતા-પિતા બની ગયું છે, જેનું નામ તેઓએ અકાય રાખ્યું છે.


Spread the love

Related posts

 2024  દુલીપ ટ્રોફી ની મેચ જોઈ શકશો લાઈવ ફ્રીમાં,જાણો ક્યાં અને ક્યારે

Team News Updates

બાંગ્લાદેશની સૌથી મોટી ટેસ્ટ જીત:અફઘાનિસ્તાનને 546 રનથી હરાવ્યું, શાંતોએ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી

Team News Updates

IND vs BAN:45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 189 રન બનાવ્યા,  યશસ્વી જયસ્વાલે શ્રેણીમાં સૌથી વધુ

Team News Updates